અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે દીપડાને વનવિભાગે પાંજરે પુરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ નાગેશ્રી ગામમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સતત દીપડાની અવરજવર હોવાથી ગામના સરપંચ, ગ્રામજનો અને સ્થાનિક ખેડૂતોએ વનવિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ત્યારે જાફરાબાદ વનવિભાગે ટૂંક જ સમયમાં દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. મોડીરાતે દીપડાને પાંજરે પુરયો હતો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે ત્યારે આવા કિસ્સાઓમાં વનવિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.


