રાજકોટ નાગરિક બેંક દ્વારા સોમવારે ધ્વજવંદન-ભારત માતા પૂજનનો કાર્યક્રમ
ડો.સંજીવભાઇ ઓઝા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી પ્રજાસત્તાક પર્વે તા. ૨૬ જાન્યુઆરીને સોમવારે સવારે ૯ કલાકે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની બહારગામની તમામ શાખાઓમાં અને રાજકોટ શહેરમાં હેડ ઓફિસ, ‘અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય’, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ધ્વજવંદન અને ભારત માતા પૂજન યોજાશે. આ પ્રસંગે રાજકોટ ખાતે વિભાગ સંઘચાલકજી-રાજકોટ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડો. શ્રી સંજીવભાઈ ઓઝા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
ઉપરોક્ત કાર્યક્રમમાં સર્વે બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ સમિતિના સભ્યો, ડેલીગેટ, કર્મચારીગણ અને આમંત્રિતોને રાજકોટ ખાતે અથવા બહારગામમાં બેંકની નજીકની શાખામાં ઉપસ્થિત રહેવા બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલે હાર્દિક અનુરોધ કરેલો છે.


