વોર્ડ નં.૪, પ, ૭ અને ૧૪ના 3૦૦ વિસ્તારમાં કાલે પાણી વિતરણ બંધ
બેડી ફિલ્ટર પ્લાન્ટ પર લીકેજ રીપેરીંગ, વાલ્વ બદલવાની અને GSRની સફાઇ કામગીરી સબબ નિર્ણય : ચાર વોર્ડના હજારો પરિવાર રહેશે પાણી વિહોણા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે પ્લાન્ટની મરામત અને મેઇન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી હોય છે. તેના કારણે પાણી વિતરણ બંધ રાખવામાં આવે છે. આવતીકાલે સામાકાંઠે સફાઇની કામગીરી અંતર્ગત વોર્ડ નં.૪, પ, ૭ અને ૧૪માં વિતરણ બંધ રહેશે. જેની સીધી અસર 3૦૦ ઘરને પડશે.
બેડી ફિલ્ટર પ્લાન્ટ પર મેઈન પંપ હાઉસથી ઈ.એસ.આર તરફની હેડર લાઈનમાં ડકટ ફૂટ બેન્ડમાં લીકેજ હોવાથી તથા મેઈન પમ્પ હાઉસ તથા જયુબેલી પમ્પ હાઉસ લાઈનને જોડતો ઈન્ટરસેપ્ટર વાલ્વનું રીડ્યુસર લીકેજ હોવાથી જરૂરી લીકેજ રીપેરીંગ, વાલ્વ બદલવાની કામગીરી તથા જીલ્લા ગાર્ડન પરના GSRની સફાઈ કામગીરી માટે તા:૩૧/૦૧/૨૦૨૬નાં રોજ કુલ ૧ દિવસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શટડાઉન રાખેલ છે. આથી બેડી ફિલ્ટર પ્લાન્ટ હેડવર્કસ, ગ્રીનલેન્ડ હેડવર્કસ તથા જીલ્લા ગાર્ડન હેડવર્કસને લાગુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
વોર્ડ નં.૪માં આવેલા બેડી હેડવર્કસ હેઠળના વેલનાથ પરા,સાગર પાર્ક,સાઈ પાર્ક,કબીર ધામ,સ્કાય રેસીડેનસી,રાજ લક્ષ્મી ,સોહમ નગર,રાધિકા પાર્ક,આર ડી રેસીડેનસી,સીધી વિનાયક પાર્ક,ઓમ પાર્ક,હરી નગર,સુખ સાગર પાર્ક,અર્જુન પાર્ક,શિવમ પાર્ક,બજરંગ પાર્ક,સીતારામ પાર્ક,શાંતિ બંગલો,સરદાર એવનયુ,સીતારામ પાર્ક સૂચિત,ઘનશ્યામ નગર,આનંદ એવનયુ,સેટેલાઇટ પાર્ક,રાધા મીરા પાર્ક,શ્રી વાટીકા,આસ્થા વેનટીલા,ઇન્દ્રપ્રસ્થ ૧તથા૨,વૈદિક વિહાર,બ્રમ્હાણી પાર્ક ૧ થા ૨,રામ પાર્ક,રાજ રેસીડેનસી,ઠાકોર દ્વાર ૧ તથા ૨, જય,ગુરુદેવ પાર્ક, પંચવટી સોસાયટી,વ્રજભુમી રેસીડેનસી,શ્રી રેસીડેનસી,રિયાન રેસીડેનસી,રાજમોતી રેસીડેનસી,શક્તિ પાર્ક,પુષ્કરધામ રેસીડેનસી,જયસન પાર્ક ,રોયલ રેસીડેનસી,સંગીતા પાર્ક,૫૪/૧-૨-૩,૨૫ વારીયા,જય જવાન જય કિશાન સોસાયટી,ઉત્સવ પાર્ક,ધારા એવનયુ,ચંદ્ર પાર્ક,જય પ્રકાશનગર,સુખ સાગર પાર્ક,અંબિકા પાર્ક,હરી સાગર પાર્ક,મારુતી નંદન,યોગી પાર્ક,આનંદ પાર્ક,અભિરામ પાર્ક,તેજ રેસી,કલ્પતરુ,શિવ ધારા સી,સ્વસ્તિક વિલા ,સિલ્વર પાર્ક,સદગુરુ પાર્ક,ક્રાંતિમાનવ સેવા સ્મસાન મફતીયાપરા લાલપરી,વિનાયક ફ્લેટ,૨૫ વરીયા એકતા સોસાયટી,બદરી પાર્ક,શિવમ પાર્ક,રામ પાર્ક ,અલી કાદર પાર્ક,વંદે માતરમ પાર્ક.પરસોતમ પાર્ક.ભગવતી પરા,ગાંધી સ્મૃતિ,નંદન વન,શાંતિનગર,શિવમ પાર્ક ૩,નુર રેસિડેન્સી,એ.જી.પાર્ક,શિવમ પાર્ક,બુરહાની પાર્ક,કેશવ પાર્ક,સુખસાગર,અંબિકા પાર્ક,ખોડલ પાર્ક ડી,મકવાણા સોસાયટી,નકલંક પાર્ક,ગોપાલ રેસિડેન્સી,સિલ્વર પાર્ક,નંદ નગર,આરાધના પાર્ક,સોમનાથ વિલા,કલ્પતરુ,જાનલ પાર્ક
વોર્ડ નં.૫ના ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળ આવતા અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા-૧-૨, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્ડન પાર્ક, ગુજરાત સોસા., ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી.પાર્ક, લાખેશ્વર સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા., માંન્છાનગર ખાડો, મનહર સોસા., મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારૂતીનગર-૧-૨-૩, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્તિ સોસા. ૫૬ન્યુ, ન્યુ ગાંધી સ્મૃતિ સોસા., ન્યુ શક્તિ સોસા., પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી-૧-૨, રત્નદીપ સોસા., સદગુરુ રણછોડનગર, સંતકબીર સોસા., સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવ સૃષ્ટી સોસા.-૧-૨-૩, શ્રીરામ સોસા., શ્યામપાર્ક, સિધ્ધીવિનાયક સોસા., સીતારામનગર, વ્રજભુમી માલધારી સોસા., વલ્લભનગર, વાલ્મીકી આવાસ યોજના, રુન્દાવન સોસા., ઝરીયા સોસાયટી.
વોર્ડ નં.૭ અને ૧૪ના જીલ્લા ગાર્ડન, કરણપરા, પ્રહલાદપ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી. વર્ધમાન નગર.રધુવીરપરા, સોનીબજાર, ધર્મેન્દ્ર રોડ, ખત્રીવાડ, લાખાજીરાજ રોડ તથા વિગેરે, લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા, મીલપરા (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.


