By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાત AAPમાં મોટું ભંગાણ, ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું

Editor
Last updated: 2026/02/11 at 8:01 PM
3 months ago
Share
ગુજરાત AAPમાં મોટું ભંગાણ, ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું
SHARE

 

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું

કડદા આંદોલનના ચહેરા રાજકારણથી નારાજ, ‘આપ’ને વધુ એક મોટો ઝટકો

ભાજપમાં જોડાવાની અટકળો તેજ, સૌરાષ્ટ્રના રાજકીય હવામાનમાં ફેરફાર

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે મુશ્કેલીઓનો સિલસિલો ચાલુ જ છે. વિધાનસભા ચૂંટણી બાદ સંગઠન મજબૂત બનાવવાના દાવા વચ્ચે હવે પાર્ટીને એક પછી એક નેતાઓના રાજીનામાના ઘા પડી રહ્યા છે. આ કડીમાં હવે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જાણીતા ખેડૂત નેતા અને ‘આપ’ કિસાન સેલના પ્રમુખ રહેલા રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે ગુજરાત AAPમાં મોટું ભંગાણ સર્જાયું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
રાજુ કરપડાનું રાજીનામું માત્ર એક વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ તે કડદા પ્રથા વિરુદ્ધ ચાલેલા ઉગ્ર ખેડૂત આંદોલન, પોલીસ સાથે થયેલા ઘર્ષણ, ધરપકડ, જેલ અને બાદમાં જામીન સુધી પહોંચેલી ઘટનાક્રમ સાથે જોડાયેલું છે. આ રાજીનામું ગુજરાતમાં AAPની ખેડૂત રાજનીતિ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

રાજુ કરપડાએ પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા મારફતે જાહેર કર્યું છે. તેમના રાજીનામા પત્રમાં ભાવનાત્મક શબ્દો અને ખેડૂત સંઘર્ષનો ઉલ્લેખ જોવા મળે છે. તેમણે લખ્યું છે કે, જય કિસાન સાથીઓ… દોસ્તો, આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. મારો નિર્ણય તમને ચોકાવશે, પરંતુ પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્ત્વ અને સમય આપ્યો છે. કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય તથા પ્રદેશ નેતૃત્વ અને તમામ સાથીઓનો પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર.આ શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે રાજુ કરપડાની નારાજગી માત્ર તાત્કાલિક નહીં પરંતુ લાંબા સમયથી અંદરખાને ચાલી રહી હતી.
રાજુ કરપડા ગુજરાતના ખેડૂત આંદોલનમાં એક જાણીતું નામ છે. ખાસ કરીને બોટાદ માર્કેટિંગ યાર્ડ (APMC)માં ચાલતી કપાસના વેપારીઓની કડદા પ્રથા વિરુદ્ધ તેઓ આંદોલનનું નેતૃત્વ કરતા હતા. ખેડૂતોના કહેવા મુજબ વેપારીઓ વજન કરતી વખતે કડદા લગાવી ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતા હતા. આ મુદ્દે રાજુ કરપડાના નેતૃત્વમાં ખેડૂતો એકત્ર થયા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. 10 ઓક્ટોબર, 2025ના રોજ બોટાદ માર્કેટ યાર્ડમાં મોડી રાત્રે ભજન-કીર્તન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે પછી આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું.
એક સમયે ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઊભરી આવેલી આમ આદમી પાર્ટી હવે નેતાઓના રાજીનામા, આંતરિક અસંતોષ અને સંગઠનાત્મક કમજોરીનો સામનો કરી રહી છે. ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું એ સંકેત આપે છે કે AAP માટે જમીન પર કાર્યકર્તાઓને ટકાવી રાખવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે.

વિપક્ષ તરીકે ભાજપ સરકાર સામે આક્રમક ભૂમિકા ભજવવાની જગ્યાએ પાર્ટી આંતરિક વિખવાદમાં ફસાતી દેખાઈ રહી છે. કડદા પ્રથા વિરુદ્ધ શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે રાજકીય વળાંક પર આવી પહોંચ્યું છે. રાજુ કરપડાનું રાજીનામું માત્ર એક વ્યક્તિનો નિર્ણય નથી, પરંતુ તે ગુજરાતની ખેડૂત રાજનીતિમાં બદલાતા સમીકરણોનું પ્રતિબિંબ છે. આગામી દિવસોમાં રાજુ કરપડાનો આગામી રાજકીય પડાવ શું હશે, તેઓ કઈ પાર્ટી સાથે જોડાશે અને AAP આ ખોટ કેવી રીતે પૂરી કરશે તે જોવાનું મહત્વનું રહેશે.

હડદડ મહાપંચાયત અને પોલીસ સાથે ઘર્ષણ

આંદોલનનો સૌથી વિવાદાસ્પદ તબક્કો 12 ઓક્ટોબર, 2025ના રોજ બોટાદના હડદડ ગામમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયત હતો. પોલીસનો દાવો હતો કે આ મહાપંચાયત મંજૂરી વિના યોજાઈ હતી. જ્યારે પોલીસ કાર્યક્રમ રોકવા પહોંચી ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હતો.
પરિસ્થિતિ કાબુમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા કુલ 85 લોકો સામે ગુના નોંધવામાં આવ્યા, જેમાં રાજુ કરપડા સહિત અનેક ખેડૂત આગેવાનોના નામો સામે આવ્યા હતા.

 

 

ધરપકડ, જેલ અને આમરણ ઉપવાસનો અધૂરો પ્રયાસ

હડદડની ઘટના બાદ આમ આદમી પાર્ટીએ કડદા પ્રથા બંધ કરાવવા અને ખેડૂતોને ન્યાય અપાવવાના મુદ્દે વધુ આક્રમક વલણ અપનાવ્યું હતું. અમદાવાદમાં આમરણ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, 16 ઓક્ટોબર, 2025ના રોજ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી.
આ ધરપકડ બાદ AAPએ સરકાર પર ખેડૂત વિરોધી હોવાના આરોપો લગાવ્યા હતા, જ્યારે સરકાર પક્ષે કાયદો અને વ્યવસ્થા જાળવવાની દલીલ કરી હતી.

ચાર મહિના બાદ જામીન, પરંતુ રાજકીય ઘા ઊંડો

બોટાદના હડદડ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચેના ઘર્ષણ કેસમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 29 જાન્યુઆરી, 2026ના રોજ રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મંજૂર કર્યા હતા. લગભગ ચાર મહિના સુધી જેલ અને કાનૂની પ્રક્રિયાનો સામનો કર્યા બાદ તેઓ બહાર આવ્યા.
પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ સમયગાળા દરમિયાન રાજુ કરપડાને પાર્ટી તરફથી જે પ્રકારનું સમર્થન મળવું જોઈએ તે મળ્યું નહોતું, જેના કારણે નારાજગી વધુ ઘેરાઈ.

 

AAPની આંતરિક રાજનીતિથી નારાજગી?

રાજુ કરપડાના રાજીનામાને લઈને AAPની આંતરિક રાજનીતિ પર પણ સવાલ ઊભા થયા છે. ખેડૂત આંદોલનમાં આગેવાની લેનારા નેતાઓનું કહેવું છે કે, પાર્ટી માત્ર આંદોલનના સમયે મોરચો સંભાળે છે પરંતુ મુશ્કેલ સમયમાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકલા પડી જાય છે. સૌરાષ્ટ્રમાં AAPનો ખેડૂત આધાર મજબૂત કરવાનો પ્રયાસ રાજુ કરપડાના માધ્યમથી થઈ રહ્યો હતો. તેમનું રાજીનામું એટલે સીધો ખેડૂત વર્ગમાં પાર્ટીની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન છે.

ભાજપમાં જોડાવાની અટકળો તેજ

રાજુ કરપડાના રાજીનામા બાદ રાજકીય ગલીઓમાં સૌથી વધુ ચર્ચા તેમના ભાજપમાં જોડાવાની સંભાવના અંગે ચાલી રહી છે. હાલ સુધી તેમણે કોઈ પાર્ટીમાં જોડાવા અંગે ખુલ્લી જાહેરાત નથી કરી, પરંતુ ભાજપના કેટલાક નેતાઓ સાથે તેમની નજીકતા અને સંપર્કની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. જો રાજુ કરપડા ભાજપમાં જોડાશે તો તે સૌરાષ્ટ્રમાં AAP માટે મોટો ફટકો અને ભાજપ માટે રાજકીય ફાયદો સાબિત થઈ શકે છે.

You Might Also Like

 ‘વિઝન ૨૦3૦’ માટે રાજય સરકારની કાલથી ચિંતન શિબિર

રાજકોટ સહિત 15 કોર્પોરેશનોના કોર્પોરેટરોના નામ ગેઝેટમાં જાહેર

ગુજરાતમાં આજથી હેલ્મેટ નિયમો પર કડક ઝુંબેશ, મહિના ભર ખાસ ચેકિંગ ડ્રાઇવ શરૂ

સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં બનાવાશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો

લોકોની સમસ્યાનો તાત્કાલીક નિવેડો લાવવા મુખ્યમંત્રીનું સરકારી વિભાગોને ફરમાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના પ્રખર જનસંઘ-ભાજપ વરિષ્ઠ નેતા સ્વ.ચીમનભાઈ શુક્લના પત્ની મધુબેન શુક્લનું 97 વર્ષની વયે નિધન
રાજકોટ

રાજકોટના પ્રખર જનસંઘ-ભાજપ વરિષ્ઠ નેતા સ્વ.ચીમનભાઈ શુક્લના પત્ની મધુબેન શુક્લનું 97 વર્ષની વયે નિધન

Editor By Editor 6 days ago
રાજુલામાં પ્રેમ પ્રકરણ મુદ્દે થયેલી હત્યામાં ત્રણ મહિલા સહિત સાતની ધરપકડ
શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ
રાજકોટ લાયન સફારી પાર્કની મજા વેકેશનમાં અધૂરી રહેશે
વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?