By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ

Editor
Last updated: 2026/03/19 at 3:41 PM
3 hours ago
Share
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
SHARE

અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ

કલેકટરની જાણ વગર કરવામાં આવેલ સોદો કાયદેસર નહી ગણાય : ગૃહમાં વિધેયક રજૂ કરાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા ‘ગુજરાત અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા અને અા વિસ્તારોની જગ્યામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત-સુધારા વિધેયક-2026’ રજૂ કરાશે. આ સુધારા વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય અશાંત વિસ્તારોમાં મિલકતોની હેરફેર પર વધુ કડક દેખરેખ રાખવાનો અને કાયદાના દુરુપયોગને અટકાવવાનો છે.

આ વિધેયકમાં કહેવાયું છે કે, સરકારના ધ્યાને આવ્યું છે કે, કેટલાક કિસ્સાઓમાં અશાંત વિસ્તારના કાયદાનું ઉલ્લંઘન કરીને અનૈતિક રીતે મિલકતો કબજે કરવામાં આવતી હતી, જેને રોકવા માટે આ ફેરફારો જરૂરી બન્યા છે.હવે, આ સુધારા કાયદામાં હવે ‘દેખરેખ અને સલાહકાર સમિતિ’ તેમજ ‘નારાજ થયેલી વ્યક્તિ’ જેવી નવી વ્યાખ્યાઓ સ્પષ્ટ કરવામાં આવી છે. નારાજ થયેલી વ્યક્તિમાં એવા અરજદારનો પણ સમાવેશ થશે. જે મિલકતની તબદીલીમાં પક્ષકાર હોય અથવા જે તે વિસ્તારમાં રહેતી વ્યક્તિ જેને સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવી હોય.

​સૌથી મહત્વનો ફેરફાર ‘નિર્દિષ્ટ વિસ્તાર’ જાહેર કરવાની સત્તામાં છે. રાજ્ય સરકાર, હવે માત્ર હુલ્લડ કે હિંસાના આધારે જ નહીં, પરંતુ જો કોઈ વિસ્તારમાં બે સમુદાયો વચ્ચેની કોમી તંગદિલીને કારણે જાહેર વ્યવસ્થા ખોરવાય તેવી શક્યતા હોય અથવા ત્યાંના લોકોનું અનૈચ્છિક સ્થળાંતર-Distress Migration થવાની ભીતિ હોય, તો તેવા વિસ્તારને પણ ‘નિર્દિષ્ટ વિસ્તાર’ તરીકે જાહેર કરી શકશે. આ માટે સરકાર હવે દેખરેખ અને સલાહકાર સમિતિની સલાહ મેળવીને નિર્ણય લેશે.

આ વિધેયકમાં કરાયેલી જોગવાઈઓ મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ અશાંત વિસ્તારમાં મિલકત વેચવા કે તબદીલ કરવા માટે કલેક્ટર પાસે મંજૂરી માંગે, ત્યારે કલેક્ટરે માત્ર પક્ષકારોની સંમતિ જ નહીં, પરંતુ અન્ય ચાર મહત્વની બાબતો તપાસવી પડશે. જેમાં (1) તબદીલી કાયદાની શરતો મુજબ છે કે કેમ ? (2) પક્ષકારોની મુક્ત સંમતિ છે કે કેમ ? (3) મિલકતની કિંમત વ્યાજબી છે કે કેમ ? અને (4) આ વેચાણથી વિસ્તારની કોમી સંવાદિતા ખોરવાય તેવી કોઈ શક્યતા છે કે કેમ?

આ કાયદા હેઠળ રાજ્ય સરકારને વિશેષ સત્તા-Suo Motu Power આપવામાં આવી છે. જો કલેક્ટરે કોઈ મિલકત ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી હોય, તો પણ સરકાર તે કેસને ફરીથી તપાસ માટે ખોલી શકે છે. આ ઉપરાંત, અશાંત વિસ્તારોની મર્યાદા નક્કી કરવા માટે હવે ડિજિટલ મેપિંગ અને જીઓ-ફેન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.

નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવા માટે મિલકત ગીરો રાખવાની પ્રક્રિયામાં પડતી બિનજરૂરી મુશ્કેલીઓ ઘટાડવા માટે પણ કલમ-9 માં સુધારો કરવામાં આવ્યો છે. કાયદાના અમલીકરણમાં મદદરૂપ થવા માટે હવે એક ‘ખાસ તપાસ ટીમ’ (Special Investigation Team) ની પણ જોગવાઈ છે. તપાસમાં પારદર્શિતા લાવવા માટે કલેક્ટર જરૂર પડે તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ-SITની મદદ લઈ શકશે. આ ટીમમાં પોલીસ અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિઓનો સમાવેશ થઈ શકે છે, જેઓ સ્થળ પર જઈને ગુપ્ત તપાસ કરી કલેક્ટરને રિપોર્ટ સોંપશે. અંતે, કાયદામાં જ્યાં પણ ‘અશાંત વિસ્તાર’ શબ્દ છે, તેને બદલે હવે વધુ વ્યાપક એવો ‘નિર્દિષ્ટ વિસ્તાર’ શબ્દ વાપરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

 કઈ કઈ બાબતોમાં અરજી રદ થઈ શકશે ?

જો કલેક્ટરને જણાય કે, આ વ્યવહારથી જાહેર વ્યવસ્થા બગડી શકે છે, તો તેઓ અરજી નામંજૂર કરી શકશે. જો કોઈ મિલકતની તબદીલી રદબાતલ ઠરે, તો વેચનારે છ મહિનામાં રકમ પાછી આપવી પડશે અને ખરીદનારે (કે તેના એજન્ટે) મિલકતનો કબજો મૂળ માલિકને સોંપવો પડશે. જો કોઈ પક્ષકાર કબજો સોંપવામાં નિષ્ફળ જાય, તો કલેક્ટર તે મિલકતનો કબજો પોતે લઈ શકશે. કલેક્ટરની મંજૂરી વગર કરવામાં આવેલો કોઈપણ સોદો કાયદાની દૃષ્ટિએ રદબાતલ-Null and Void ગણવામાં આવશે, એટલે કે તેની કોઈ કાનૂની કિંમત રહેશે નહીં.

 

નિયમો-જોગવાઈઓના ભંગ બદલ દંડ કે સજા

  • નિયમોના ઉલ્લંઘન બદલ 5 વર્ષ સુધીની કેદ અને ભારે દંડ
  • કાયદાનો ભંગ કરનારને 3થી 5 વર્ષની જેલની સજા થઈ શકે છે, મિલકતની જંત્રી કિંમતના 25 અથવા ~ 1 લાખ (જે વધારે હોય તે) દંડ તરીકે વસૂલવામાં આવશે.
  • મંજૂરી વગરના સોદાઓ કાયદાકીય રીતે રદબાતલ
  • જો કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ દસ્તાવેજ કે મિલકત હસ્તાંતર કરવામાં આવ્યું હશે, તો તે વ્યવહારને કાયદાકીય રીતે રદબાતલ (Null and Void) ગણવામાં આવશે, જેની કોઈ કાનૂની માન્યતા રહેશે નહીં.
  • ખોટી માહિતી આપવા બદલ ફોજદારી ગુનો બનશે, જો મંજૂરી મેળવવા માટે કોઈ પક્ષકાર દ્વારા બનાવટી દસ્તાવેજો કે ખોટા સોગંદનામા રજૂ કરવામાં આવશે, તો તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે

 

You Might Also Like

 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું

 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી

ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હોટેલો, રેસ્ટોરન્ટ, ઢાબામાં લાગ્યા બંધના બોર્ડ, રાજયમાં સર્જાય અરાજકતા
આંતરરાષ્ટ્રીય

 હોટેલો, રેસ્ટોરન્ટ, ઢાબામાં લાગ્યા બંધના બોર્ડ, રાજયમાં સર્જાય અરાજકતા

Editor By Editor 6 days ago
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
રૈયાધારમાં બનાવટી ચલણી નોટો છાપવાના કારખાનાનો પર્દાફાશ
 રાજકોટ ડિવિઝનના હાપા યાર્ડમાં ₹35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?