કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો
બાળકોનું ઇનામ આપી સન્માન કરાયું
અગ્ર ગુજરાત, સુરત
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત એચ ફોર કોસાડ આવાસ સ્થિત કવિ શ્રી જયંત પાઠક પ્રા. શાળામાં ધોરણ-૮ ના બાળકો નો વિદાય સમારોહ તથા શાળા ના પ્રતિભાશાળી બાળકો ના ઈનામ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કોમલબેન સાવલિયા મોટીવેશનલ સ્પીચ આપવા પધાર્યા હતા, એસ. એમ. સી. કમીટી ના અધ્યક્ષ શબાનાબેન, ભૂ. શિક્ષક ધીરજભાઈ જાદવ, વાલીગણ ઉપસ્થિત રહ્યાં હતા.
ધો-૨ ના બાળકે એકપાત્રીય અભિનય નો ઓજસ પાથર્યો હતો તથા ધો.૫ થી ૮ ના બાળકો એ જુદી જુદી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી અને બે બાળકો એ શાળા જીવન ના અનુભવો વર્ણવ્યા હતા.ધો-૮ ના વિદાય લેતા બાળકો ને તેમના વર્ગ ટીચર ઋજુતાબેન શેઠ તરફથી ફોલ્ડર ફાઇલ આપવામાં આવી હતી, બાળકોને આઈસ્ક્રીમ વીથ કોકો આપવામાં આવ્યો હતો. આચાર્ય શ્રી વિશાલભાઈ સુરતી એ ૧૦૦% હાજરીવાળા બાળકોને તથા વર્ગમાં સૌથી વધુ હાજરીવાળા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ નું સફળ સંચાલન હરેશભાઈ અને કરિશ્મા બેને કર્યું હતું. કાર્યક્રમ ની આભારવિધિ ઈન્ચાર્જ આચાર્યા શ્રી ઋજુતા શેઠે કરી હતી.


