રાજકોટના અધિક સેશન્સ જજ વી.કે.ભટ્ટની બદલી થતાં વિદાયમાન અપાયું
કલેઇમ બાર એસો. દ્વારા યોજાયેલો સમારોહ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ, તા., ૧૮: રાજકોટ શહેરના ક્લેઇમ બાર દ્વારા પૂર્વ પ્રમુખ રાજેશ મહેતા, પંકજ સોઢા, સુનિલ મોઢા, નિકુંજ શુક્લા, કપિલ શુક્લ, કલ્પેશ વાઘેલા, શ્યામ ગોહીલ એસ.ટી.જાડેજા, વિશાલ ગોસાઈ, રક્ષાબેન ઉપાધ્યાય સહિતના ક્લેઇમ બારના અગ્રણી એડવોકેટ દ્વારા રાજકોટના એડિશનલ સેશન્સ જજ શ્રી વી.કે. ભટ્ટ સાહેબની બદલી થતા સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ન થયું હોય, તેવું અદભુત વિદાય સન્માન સમારંભ કરવામાં આવેલ હતું
આ સન્માનમાં રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ પરેશ મારુએ શ્રી વી.કે.ભટ્ટના વ્યક્તિત્વનું વર્ણન કરી તેમને રોલ મોડલ ફોર જસ્ટિસ તરીકેનું બિરુદ આપેલ હતું અને અત્યાર સુધીમાં ઝડપી કેસ નિકાલ કરનાર ભટ્ટની કામગીરી અને કેસો ફેસલ કરવાની પદ્ધતિની છણાવટ કરેલ હતી તેમજ નિકુંજ શુક્લા દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન જુનિયર વકીલોને ખૂબ જ પ્રોત્સાહિત કરી તેમનું મનોબળ તથા આત્મબળ વધે તેવી કામગીરી શ્રી ભટ્ટે કરેલ હતી.
રાજકોટના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ જે.આર.શાહે પણ જજ વી.કે.ભટ્ટે કરેલી કેસના ઝડપી નિકાલ કામગીરીને બિરદાવેલ અને તેઓની બદલી થતાં રાજકોટને મોટી ખોટ પડશે અને રાજકોટમાં ૪૪૦૦ કેસોનું ઝડપી ફેસલ કરવાની કામગીરી બિરદાવેલ હતી તેમજ તેમની બદલીના વિદાય સમારંભમાં પોતે એકદમ ભાવવિભોર થઈને જણાવેલ હતું કે, પોતે જજ ન હતા તે પહેલા વકીલ તરીકે સમાજની પરિસ્થિતિ જોયેલ છે અને જજમેન્ટ આપતી વખતે સમાજની પરિસ્થિતિનો વિચાર કરી માનવતાવાદી અભિગમ અપનાવીને લોકોને ન્યાય આપવાનું કાર્ય કરેલ છે તેમજ ચાર્જ છોડવાની આગલા દિવસે ભટ્ટે શુભેચ્છા તથા અભિનંદન આપેલ હતા.


