આહીર કલા મંચ દ્વારા “ગમતાં ગુજરાતી ગીતો” કાર્યક્રમ યોજાયો
“મન ગમતાં ગીતો સાંભળી શ્રોતાઓ રસ તરબોળ થયાં”
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરનાં આર્થિક સહયોગથી દિનેશ બાલાસરા અને આહીર કલા મંચ દ્વારા ગઈ તા.૮ નાં હેમુ ગઢવી મીની થિયેટર ખાતે “ગમતાં ગુજરાતી ગીતો” શીર્ષકથી લોક જીભે ચડેલાં લોકપ્રિય ગુજરાતી ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો.
જાહેર જનતા માટે વિના મૂલ્યે યોજાઇ ગયેલ આ કાર્યક્રમમાં ખ્યાતનામ ગાયકો સર્વશ્રી નિલેશ વસાવડા,જયેશ દવે,તૃપ્તિ દવે અને દીપ્તિ બાલાસરાએ લોકપ્રિય ગુજરાતી ગીતો રજુ કરીને શ્રોતાઓની વાહ વાહ મેળવી હતી..
આ કાર્યક્રમમાં હિતેષભાઈ દિહોરા, નિર્લોકભાઈ પરમાર,વિજયભાઈ કારીયા,રાજદીપસિંહ જાડેજા,પરેશભાઈ પોપટ,અરૂણભાઈ દવે,મિલનભાઈ ત્રિવેદી,ગુણવંતભાઈ ચુડાસમા, પ્રીત ગોસ્વામી,મયુર બુદ્ધદેવ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ. સંગીત આયોજનમાં શૈલેષ પંડ્યા, નિલેશ પાઠક, સચિન શર્મા, દેવાંગ જાની, મહર્ષિ શિંગાળા અને ઓમ જાનીએ સાથ આપ્યો હતો.


