ભાયાવદરના વડાળી ગામની સીમમાં ગંજીપત્તો ટીપતા સાત જુગારીઓ પકડાયા
ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડી રોકડ, મોબાઇલ અને ૫ બાઇક કબજે સહિત રૂ.૧.૪૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો
અગ્ર ગુજરાત, ધોરાજી
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય (IPS) તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર (IPS) દ્વારા દારૂ-જુગારની બદી નાબૂદ કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન LCB ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના વડાળી ગામની સીમમાં જાહેરમાં કેટલાક શખ્સો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.
જે બાતમીના આધારે એલસીબીએ વડાળી ગામની સીમમાં ઓચિંતી રેઇડ પાડી હતી, જ્યાં જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતા યુનુસભાઇ ઇસ્માઇલભાઇ જુણેજા (રહે. વડાળી, તા. ઉપલેટા), ભરતભાઇ હરજીવનદાસ અગ્રાવત (રહે. વડાળી, તા. ઉપલેટા), ભાવેશભાઇ રમેશભાઇ પરમાર (રહે. ખીરસરા-ઘેટીયા, તા. ઉપલેટા), રફીકભાઇ બોદુભાઇ હાલેપૌત્રા (રહે. મેવાસા, તા. કાલાવડ, જી. જામનગર), ઇબ્રાહીમ ઇસ્માઇલભાઇ હાલેપૌત્રા (રહે. મેવાસા, તા. કાલાવડ, જી. જામનગર), પ્રવિણભાઇ દેવશીભાઇ મકવાણા (રહે. વડાળી, તા. ઉપલેટા), દીનેશભાઇ સુરેશભાઇ બગડા (રહે. ચિત્રાવડ, તા. જામકંડોરણા)ને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે રેઇડ દરમિયાન રોકડા રૂપિયા: ₹૩૦,૫૪૦/-, ૭ મોબાઇલ કિંમત ₹૩૫,૦૦૦/-, પાંચ મોટર સાયકલ સહિત કુલ રૂ.૧,૪૦,૫૪૦નો મુદામાલ જપ્ત કરી તમામ સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ સફળ કામગીરી LCB રાજકોટ ગ્રામ્યના PI જે.પી.રાવ તથા PSI કે.એમ.ચાવડા, એચ.સી. ગોહીલ, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા સ્ટાફના એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અનીલભાઇ બળકોદિયા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, ઇશિતભાઇ માણાવદરીયા, નિકુંજભાઇ સુતરીયા, અઝીમભાઇ સમા અને અબ્દુલભાઇ શેખ દ્વારા કરવામાં આવી હતી.


