By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    40 minutes ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  લોકશાહીની પરીક્ષા પૂર્ણ ; 25,551 ઉમેદવારોના ભાગ્યનો કાલે ફૈસલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 લોકશાહીની પરીક્ષા પૂર્ણ ; 25,551 ઉમેદવારોના ભાગ્યનો કાલે ફૈસલો

Editor
Last updated: 2026/04/27 at 5:09 PM
7 minutes ago
Share
 લોકશાહીની પરીક્ષા પૂર્ણ ; 25,551 ઉમેદવારોના ભાગ્યનો કાલે ફૈસલો
SHARE

15 કોર્પોરેશનમાં માત્ર 49.02% મતદાન, જ્યારે પંચાયતોમાં 60%થી વધુ ઉત્સાહ

 લોકશાહીની પરીક્ષા પૂર્ણ ; 25,551 ઉમેદવારોના ભાગ્યનો કાલે ફૈસલો

 હીટવેવમાં પડેલા મતનો ફટકો કોને? ; ભાજપને નુકશાનની અટકળો, કોંગ્રેસ આશાવાદી ; નગરપાલિકા અને પંચાયતોમાં AAP ની એન્ટ્રીની શક્યતા

 ત્રિકોણીય જંગ રસપ્રદ બન્યો ; મતદાન ટકાવારીથી વધ્યું સસ્પેન્સ: પરિણામ પહેલા રાજકીય ગણિત ગરમાયું; ગામડાંનો વધેલો ટ્રેન્ડ બદલશે રાજકીય દિશા?

પક્ષો વચ્ચે ચિંતા અને આશા બંને કાલનો લોકચુકાદો નક્કી કરશે સ્થાનિક સત્તાનું સંતુલન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગઇકાલે સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. ૨૬મીએ કાળઝાળ ગરમી પડતા તેની અસર મતદાન પર જોવા મળી હતી. જેમાં બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી પાંખી હાજરી જોવા મળી હતી. બાદમાં બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દાખવતા ૫૯ થી ૬૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં મનપામાં ૪૯ ટકા, નગરપાલિકામા ૫૯ ટકા, જિલ્લા પંચાયતમાં ૬૧ ટકા અને તાલુકા પંચાયતમાં ૬૧ ટકા મતદાન થયું છે.

રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ (EVM) મશીનોમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવામાં આવી છે. હવે સૌની નજર 28 એપ્રિલ પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો જાહેર થશે. સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર થયેલા આ જંગમાં જનતાએ કોના પર મહોર મારી છે, તે જોવું રસપ્રદ રહેશે.

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં મધ્યમ મતદાન જોવા મળ્યું છે, જેમાં રાજ્યનું સરેરાશ મતદાન 57% નોંધાયું છે. સવારે 9 વાગ્યે જે મતદાન માત્ર 4% થી 7% ની આસપાસ હતું, તે બપોરે 1 વાગ્યા સુધીમાં 20% થી 30% પર પહોંચ્યું અને અંતિમ કલાકોમાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવતા આંકડો 57% ને પાર કરી ગયો છે. હવે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. ભારે ગરમીના કારણે બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં મતદાન ઓછું થયું છે.

આ ચૂંટણીમાં 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનો પાયો નખાઈ જશે તેવું મનાય છે. પાલિકા પંચાયતની કુલ 9268 બેઠકો પર 25551 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ત્યારે જનપ્રતિનિધિને ચૂંટવા માટે કુલ 4.02 કરોડ મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરશે.

 

તાપીમાં ભાજપના બે જૂથો વચ્ચે ઘર્ષણ

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના સમર્થકો વચ્ચે થયેલી આ તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી જાહેરમાં અપશબ્દો બોલતા નજરે પડે છે. આ ઘટનાને પગલે ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. જોકે, મામલો બિચકતા વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

 

અમદાવાદના ખોખરામાં 2 બૂથના સ્થળ બદલી નખાતા હોબાળો

અમદાવાદના ખોખરામાં પણ એક ચોંકાવનારી ઘટના બની હતી. મતદારો જ્યારે ત્યાં મતદાન કરવા પહોંચ્યા તો તેમણે ખબર પડી કે તેમના પોલિંગ બુથના સ્થળ બદલી નખાયા છે. જેના કારણે ઘણા લોકો મતદાન કર્યા વિના રહી ગયા હતા. મતદારોને આ વિશે જાણકારી અપાઈ જ નહોતી. જેને લઈને ફરિયાદો પણ નોંધાઈ છે.

 

આણંદમાં વોર્ડ નં. 13ના કોંગ્રેસના ઉમેદવાર પર જીવલેણ હુમલો

આણંદ શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે હિંસક ઘટના સામે આવી છે, જેમાં કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવારના સમર્થકો પર આ હુમલાનો આરોપ લાગ્યો છે, જેના પગલે ગંભીર રીતે ઘવાયેલા હર્ષિલ દવેને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાને લીધે સ્થાનિક રાજકીય માહોલ તંગ બન્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ધ્રોલ, દેડિયાપાડા, ખેડા, ભાવનગર, ડાંગનાં ગામોમાં ચૂંટણી બહિષ્કાર

ધ્રોલ તાલુકાના પિપરટોડા ગામના રહીશોએ રસ્તાની અસુવિધાના મામલે, દેડિયાપાડાના દુથર ગામના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ખેડાના ચિખલોડ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. મહીસાગરમાં ખાતું પગીના મુવાડામાં ચૂંટણી બહિષ્કાર કરાયો હતો. ભાવનગરના મહુવાના ઉમણીયાવદર ગામમાં પણ ચૂંટણીનો બહિષ્કાર જોવા મળ્યો હતો. ભદ્રોડ જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામ લોકોએ વિકાસના પ્રશ્નોને લઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ડાંગના આહવા તાલુકાના કોટમદર ગામે ડુબાઉ નાળાના મુદ્દે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડેહલી ગામે પાયાની સુવિધાઓના અભાવે લોકોએ મતદાનનો વિરોધ નોંધાવ્યો હતો.

2021ની સરખામણીમાં 2026માં મતદાનની ટકાવારી

સંસ્થાઓ                                2021                       2026
મહાનગરપાલિકાઓ             46.10                      51.00
નગરપાલિકા                         58.82                      59.53
જિલ્લા પંચાયતો                  65.80                      61.77
તાલુકા પંચાયતો                  66.60                      62.45

ભરૂચમાં વીજળી ગુલ થતા લાઇટ મીણબતીના પ્રકાશમાં મતાધિકારનો ઉપયોગ

ભરૂચ શહેરના ઇકરા બૂથ પર મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક વીજળી ડૂલ થઈ ગઈ હતી. વીજળી ગુલ  થવાના કારણે મતદાન કેન્દ્રની અંદર ઘોર અંધારું છવાઈ ગયું હતું. આ ટેકનિકલ ખામીને કારણે શરૂઆતમાં મતદાન પ્રક્રિયામાં અડચણ આવી હતી. જોકે, લાંબા સમય સુધી લાઈટ ન આવતા મતદારો અને ત્યાં હાજર સ્ટાફ મુશ્કેલીમાં મુકાયો હતો.

વીજળી જતી રહેતા મતદારોએ હાર માનવાને બદલે અનોખો રસ્તો અપનાવ્યો હતો. મતદારોએ પોતાના મોબાઈલની ટોર્ચ અને મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની મજબૂરી અનુભવી હતી. મીણબત્તીના આછા પ્રકાશમાં લોકોએ બેલેટ યુનિટ પર પોતાના પસંદગીના ઉમેદવારને વોટ આપ્યો હતો. તંત્ર દ્વારા વૈકલ્પિક વીજ વ્યવસ્થા ઉભી કરવામાં વિલંબ થતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

You Might Also Like

સરમાં પ્રથમ વખત નામ ઉમેરાયેલા અનેક યુવાઓ મતદાન કરી શકયા નહી

 રાજકોટ જિલ્લા પંચાયતમાં ૫૮.૯૮ અને તાલુકા પંચાયતમાં ૬૦.3૬ ટકા મતદાન

ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગથી હાહાકાર, સેકન્ડોમાં બદલાઈ ગયો માહોલ : સમયસર બચાવ

ગોંડલમાં નશાની હાલતમાં શખ્સે આઇસર હંકારતા હોસ્પિટલની દિવાલ સાથે અથડાયું

ગોંડલ પાસે ઓવરબ્રિજ પર ભયાનક અકસ્માત: પિકઅપ પલટી ખાતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા, બેના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના આંગણે આજથી નવ દિવસીય “ગૌધામ શિવ કથા”ના રૂડા ઓવારણા
રાજકોટ

રાજકોટના આંગણે આજથી નવ દિવસીય “ગૌધામ શિવ કથા”ના રૂડા ઓવારણા

Editor By Editor 4 days ago
રાજકોટમાં બપોરે કર્ફયુ, રસ્તાઓ સુમસામ, બુધવાર સુધી યલો એલર્ટ
વિજાપુરમાં એક ઇંચ, હિંમતનગરમાં અડધો ઇંચ વરસાદ પડયો
કલીનઅપ ગ્રુપના સફાઇ અભિયાનમાં તપસ્વી સ્કૂલના ૨૦૦ છાત્રોનું યોગદાન
 મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ દ્વારા મતદારોને લોકશાહીની ફરજ નિભાવવા અપીલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?