ધોરાજી-ઉપલેટા કિન્નર સમાજ દ્વારા સમશેર અલીના તકિયા ખાતે ડાડાની દરગાહ પર ચાદર ચઢાવી
અમન, શાંતિ માટે દુઆ માંગી
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી ઉપલેટા શહેરમાં કિન્નર સમાજ દ્વારા ધાર્મિક આસ્થા અને ભાઈચારા નો અનોખો માહોલ સર્જાયો હતો. શહેરના સમશેર અલી ના તકિયા ખાતે આવેલ ડાડા ની દરગાહ પર કિન્નર સમાજ દ્વારા ઢોલ નગારા અને ડીજે ના તાલ સાથે ઝૂમતાં ઝૂમતાં રાસ રમતા ભવ્ય રીતે ચાદર ચઢાવવામાં આવી હતી.
આ પ્રસંગે કિન્નર સમાજના ધોરાજી ઉપલેટા ના અનુદે નૈનાદે તથા તેમના ચેલા, આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરગાહ પર અકીદત સાથે ચાદર ચઢાવી સમગ્ર સમાજ અને દેશની સુખ શાંતિ, અમન ચૈન અને ભાઈચારા માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી.
ત્યારબાદ ન્યાજ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી પ્રસાદ રૂપે ન્યાજ ગ્રહણ કરી ધાર્મિક લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.
કિન્નર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દર વર્ષે આવી રીતે ધાર્મિક કાર્યક્રમો યોજી સમાજમાં એકતા, પ્રેમ અને સૌહાર્દ નો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.


