ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી જન્મજયંતી નિમિત્તે શહેર ભાજપ યુવા મોરચાનો મહા રક્તદાન અભિયાન
સ્મૃતિ પખવાડિયા અંતર્ગત રાજકોટ મહાનગરની ચારેય વિધાનસભા વિસ્તારમાં યોજાશે રક્તદાન કેમ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભકત ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીનો તા. ૨૩ જૂનના રોજ બલિદાન દિવસથી તા. ૬ જુલાઈ જન્મજયંતી સ્મૃતિ દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરી ઉજવવામાં આવે છે. આ અંતર્ગત ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે અને પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડૉ. હેમાંગભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ રાજકોટની ચારેય વિધાનસભામાં મેગા રકતદાન કેમ્પનું આયોજન શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ મિલન લીંબાશીયા, મહામંત્રી જયકીશન ઝાલા, હિમાંશુ રાજયગુરૂ ની આગેવાની અને ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી જન્મ જયંતી પખવાડીયાના અંતર્ગત રકતદાન કેમ્પના રાજકોટ મહાનગરના સંયોજક યુવા મોરચાના મંત્રી જય બોરીયા, સહસંયોજક યુવા મોરચાના કાર્યાલય મંત્રી રાહુલ રાઠોડ અને શહેર યુવા મોરચા મંત્રી મોહિત શિયાળ જવાબદારી સંભાળશે.
આ રકતદાન કેમ્પ વિધાનસભા-૬૮ માં આવતીકાલે તા. ૨૮-૬-૨૦૨૬ ભોજલરામ કોમ્યુનીટી હોલ, સંતકબીર રોડ ખાતે સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ દરમ્યાન જેના ઈન્ચાર્જ શહેર યુવા મોરચાના નાગજી રાદડીયા સંભાળી રહ્યા છે. વિધાનસભા-૬૯ માં તા. ૧-૭-૨૬ કમલમ શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંજે ૪.૦૦ થી ૭.૦૦ દરમ્યાન જેના ઈન્ચાર્જ શહેર યુવા મોરચાના મોહિત શિયાળને જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભા-૭૦ માં આવતીકાલે તા.૨૮-૬-૨૬ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ વાગ્યા સુધી રકતદાન કેમ્પ યોજાશે જેના ઈન્ચાર્જ શહેર યુવા મોરચાના અનિરુધ્ધ વાળા રહેશે અને વિધાનસભા-૭૧ માં તા. ૧-૭-૨૬ દિવ્યતેજ સ્કુલ, સવારે ૮.૦૦ થી ૧.૦૦ વાગ્યા સુધી કોઠારીયા ખાતે યુવા મોરચાના કેવિન વરસાણી જવાબદારી સંભાળી રહ્યા છે. તો આ કેમ્પનો લાભ લેવા રકતદાતાઓને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાએ જાહેર અનુરોધ કર્યો છે.


