ધોરાજીના સુપેડીમાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં
ભાજપના પૂર્વ સાંસદનો બફાટ : જવાહરલાલ નહેરૂનને હરિ પટેલે મુસ્લિમ ગણાવ્યા
ગાંધી પરિવાર મુસ્લિમ અને કિશ્ચન હોવાનું નિવેદન આપતા વિવાદ : કોંગ્રેસી કાર્યકરોમાં ભારે રોષ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી તાલુકાના સુપેડી ગામે ભાજપના મધ્યસ્થ કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે આવેલા પોરબંદર ના ભાજપના બે બે વખત સાંસદ રહી ચૂકેલા અને ધોરાજી સીટ પર વિધાનસભા બેઠકમાં બે વખત ચૂંટણી લડી ચૂકેલા ભાજપના વરિષ્ઠ અગ્રણી હરિભાઈ પટેલ એ મીડિયાને આપલે પ્રતિભાવમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ગાંધી પરિવાર વિશે અત્યંત વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુપેડી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે માજી સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિત ભાજપના હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હાજર મીડિયા સમક્ષ હરિભાઈ પટેલ એ પોતાનો પ્રતિભાવ આપતા પંડિત જવાહરલાલ નહેરુ ને કાશ્મીરના પંડિત બ્રાહ્મણ ન હોવાના બદલે મુસ્લિમ ગણાવ્યા હતા. અને ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ને ગાંધી પરિવાર સાથે કોઈ લેવા દેવા ન હોય તેઓ પણ મુસ્લિમ અને ક્રિશ્ચયન હોવાનું નિવેદન આપ્યું હતું. રાજકીય લાભ માટે તેઓ હિન્દુ અને પંડિત તરીકે પ્રસ્થાપિત થયા હોય અને તેનો રાજકીય લાભ લેવા માટે ધર્મ અને જાતિ બદલી હોવાનો આક્ષેપ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા તેવા પ્રકારનું નિવેદન સત્તા ના મદ માં અપાયું કે તેઓની અગ્યાન ? તે વિષય પર સવાલ ઉઠી રહ્યા છે. હરિભાઈ પટેલ મહાત્મા ભૂમિ પોરબંદર બેઠક પરથી બે બે વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. અને લોકશાહીના મંદિર સમાન લોકસભામાં દસ વર્ષ સુધી બેઠા પછી નહેરુ પરિવારને હિન્દુ પંડિત ને મુસ્લિમ ગણાવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ નિવેદન ને લઈ સૌરાષ્ટ્રના બ્રહ્મ સમાજમાં પણ આકરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. હરિભાઈ પટેલના આ નિવેદન ને લઈ ચર્ચાઓ એ જોર પકડ્યું છે.


