By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલના વોરાકોટડા રોડ પર વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગોંડલના વોરાકોટડા રોડ પર વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળ્યો

Editor
Last updated: 2026/06/22 at 5:00 PM
2 months ago
Share
ગોંડલના વોરાકોટડા રોડ પર વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળ્યો
SHARE

ગોંડલના વોરાકોટડા રોડ પર વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળ્યો

ચારિત્ર્યની શંકા અને આડા સંબંધના કારણે પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ હનુમાન ધાર પાછળની એક વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક તપાસમાં ચારિત્ર્યની શંકા અને આડા સંબંધના કારણે પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશનો એક પરપ્રાંતીય પરિવાર છેલ્લા 8 દિવસથી વોરાકોટડા રોડ પર આવેલ ધીરુભાઈ ગોવિંદભાઇ રૈયાણીની વાડીએ મજૂરી કામ માટે આવ્યો હતો અને ત્યાં જ આવેલી ઓરડીમાં રહેતો હતો. મૃતક મહિલાનો પતિ ધીરુભાઈના નાના ભાઈ મનસુખભાઈ રૈયાણીની વાડીમાં પણ મજૂરી કામ કરતો હતો અને રાત્રે ત્યાં જ સૂઈ જતો હતો.

ગઈકાલ રાત્રિના સમયે ધીરુભાઈની વાડીમાં આવેલી ઓરડીમાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર માથાકૂટ થઈ હતી. ઝઘડો વધતા ડરી ગયેલી પરપ્રાંતીય મહિલા ગુંદલીબેન સોલંકીએ ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જોકે, ગુસ્સામાં આવેલા પતિએ ઓરડીનો દરવાજો તોડી નાખ્યો હતો.

જીવ બચાવવા માટે ગુંદલીબેન ઓરડીની બહાર ભાગ્યા હતા અને બાજુમાં જ આવેલી મનસુખભાઈ ગોવિંદભાઈ રૈયાણીની વાડી તરફ દોડ્યા હતા. પરંતુ ત્યાર બાદ સવારે મનસુખભાઈની વાડીમાંથી ગુંદલીબેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.એસ. ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ ફોરેન્સિન્ક પી.એમ માટે રાજકોટ હોસ્પિટલ ખસેડીને મહિલાની હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણોસર મોત નીપજ્યું છે તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના બાદ ગોંડલ બી ડિવિઝન પોલીસે શંકાના આધારે મૃતક મહિલાના પતિને પકડવા ચક્રોગતિમાન કરવામાં આવી રહ્યા છે. પકડાયા બાદ પોલીસની આકરી પૂછપરછમાં પ્રાથમિક તારણ સામે આવી શકશે. સૂત્રો અનુસાર મૃતક ગુંદલીબેનને અન્ય કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધો હતા. આ બાબતની જાણ પતિને થઈ જતા બંને વચ્ચે ડખો થયો હતો અને ઉશ્કેરાયેલા પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

 

હાલ પોલીસે ગુનો નોંધી હત્યારા પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ઘટના અંગે વધુ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સીલ કરેલી ફેકટરી ફરી ધમધમી, 3૦ કિલો એનાલોગ પનીર ઝડપાયું
રાજકોટ

સીલ કરેલી ફેકટરી ફરી ધમધમી, 3૦ કિલો એનાલોગ પનીર ઝડપાયું

Editor By Editor 4 days ago
જેતપુરના થાણાગાલોળ ગામે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં ખેડૂતનું મોત
હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા
ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત
શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?