ધોરાજીમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવના અંતિમ દિવસે શોભાયાત્રા નીકળી
પૂ.ચંપકલતાબેટીજી મહારાજની અધ્યક્ષતામાં ત્રિદિવસીય કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી ગોવર્ધનનાથજીનું મંદિર, કડીયાવાડ, દ્વારા તા. 11 થી 13 ત્રણ દિવસીય શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવનો પ્રારંભ થયો હતો. ઉત્સવના છેલ્લા દિવસે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ આપના વચનામૃત તેમજ મહાપ્રભુજીના જન્મોત્સવની તેમજ વૈષ્ણવ ધર્મના મહિમાને વિસ્તૃત કથામાં પૂજ્ય ચંપકલતા બેટીજી દ્વારા માર્ગદર્શક સાથે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.
ધોરાજીના બાલધા ચોરા કડીયાવાડ ખાતે આવેલ ગોવર્ધનનાથજી હવેલી મંદિર ખાતે શનિવારથી તા. 13ને સોમવાર સુધી ત્રણ દિવસીય શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જે અંગે એડવોકેટ બાબુલાલ જાગાણીએ જણાવ્યું હતું કે ધોરાજીના પુષ્ટિ સંપ્રદાયના મહત્વના પ્રાચીન મંદિરે એવા ગોવર્ધનનાથજી હવેલી કડિયાવાડ બાલધા ચોરા પાસે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય ઉજવવામાં આવેલો હતો. જેમાં અખંડભૂમંડલચાર્ય દશદિગંત વિજયી સુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગ પ્રવર્તક આચાર્યવર્ય જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવ ત્રણ દીવસીય મહોત્સવમાં સ્તોત્રગાન, નૃત્ય, જેન્ટસ ટહેલિયા દ્વારા નાટક અભિનય પ્રસંગ રજૂ કરવામાં આવ્યા હતાં. તેમજ પૂજ્ય ચંપકલતાબેટીજી મહારાજની અધ્યક્ષતામાં ત્રિદિવસીય કાર્યક્રમ મનાવવાનું સુનિશ્ચિત થયું હતું. જેમાં લેડીશ ટહેલિયા દ્વારા નૃત્ય, પાઠશાળાના બાળકોની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સિંધી સમાજની વાડી શ્રી ગોવર્ધનનાથજીના મંદિરની સામે, કડીયાવાડ, ખાતે ત્રણ દિવસ કાર્યક્રમો યોજાયા હતા. બાદ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવ જેમાં પલના ઉત્સવ રાજભોગમાં તિલક નંદમહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ-બહેનોએ લાભ લીધો હતો.
મહોત્સવને નિતીનભાઈ જાગાણી, પરસોતમભાઈ ગુંદણીયા, નયનાબેન હિંશુ, પ્રમોદભાઈ રાખોલીયા, રમેશભાઈ (બાબુભાઈ) જાગાણી એડવોકેટ, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, નયનભાઈ કુહાડીયા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કડવા પાટીદાર સમાજ ખાતે મહોત્સવમાં પાદુકાજીના કેસર સ્નાન, આપના કેસર સ્નાન તેમજ આપના વચનામૃતનો લાભ સર્વે વૈષ્ણવએ લીધો હતો. ત્યાર બાદ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ બહેનોએ મહાપ્રસાદ દિવ્ય લાભ લીધો હતો.


