By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાર ટકા મતદાન ઓછુ થતાં રાજકીય પક્ષો મૂંજવણમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝસૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાર ટકા મતદાન ઓછુ થતાં રાજકીય પક્ષો મૂંજવણમાં

agragujaratnews
Last updated: 2024/05/08 at 7:21 PM
2 years ago
Share
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાર ટકા મતદાન ઓછુ થતાં રાજકીય પક્ષો મૂંજવણમાં
SHARE

વડાપ્રધાને સભા કરેલી બેઠક પર પપ થી ૫૮ ટકા મતદાન

સૌરાષ્ટ્રના ૬૭.૫૦ લાખ લોકો મતદાનથી અળગા રહ્યા

ગરમીનો પારો અને ક્ષત્રિય આંદોલનની અસર થઇ હોવાની ચર્ચા

ગુજરાતની ૨૫ સહિત સૌરાષ્ટ્રની ૮ બેઠકો પર મતદાતાઓએ પોતાની નારાજગી દર્શાવી હોય તે રીતે એકદમ નિરસ મતદાન થયું હતું. જે રીતના મતદાન થવાનો અંદાજો હતો તે અંદાજા મુજબ સૌરાષ્ટ્રની આઠ બેઠકો પર મતદાન નહી થતાં રાજકીય પક્ષો પણ મુંઝવણમાં મૂકાયા છે. જે લીડથી જીતના દાવા કરવામાં આવી રહ્યા હતા તે લીડ સુધી પહોંચી વળશે કે કેમ તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, કચ્છ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી લોકસભા બેઠક પર સરેરાશ ૫૪ ટકા જેટલું મતદાન થયું હતું. જો કે ગત વર્ષ કરતા  ચાર ટકા જેટલું મતદાન ઓછું થયું છે અને સૌરાષ્ટ્રના દોઢ કરોડ મતદાતાઓમાંથી ૭૦ લાખ જેટલા મતદાતાઓ મતદાન કરવાથી અળગા રહ્યા હતા.

Contents
વડાપ્રધાને સભા કરેલી બેઠક પર પપ થી ૫૮ ટકા મતદાનસૌરાષ્ટ્રના ૬૭.૫૦ લાખ લોકો મતદાનથી અળગા રહ્યાગરમીનો પારો અને ક્ષત્રિય આંદોલનની અસર થઇ હોવાની ચર્ચા

વડાપ્રધાનની જ્યાં સભા થઈ હતી અને ક્ષત્રિય આંદોલનની અસર ઓછી હતી તે જુનાગઢમાં સૌથી વધારે ૫૮.૮૭ ટકા અને બીજા નંબરે જામનગર કે જ્યાં ક્ષત્રિય આંદોલનની અસર હતી ત્યાં ૫૭.૬૭ ટકા મતદાન થયું છે જે સરેરાશ કરતા ૪ ટકા જેટલું વધારે છે. પરંતુ, સુરેન્દ્રનગર કે જ્યાં પહેલેથી જ ક્ષત્રિય આંદોલન વધુ તેજ બન્યું હતું ત્યાં માત્ર ૫૨.૨૨ ટકા મતદાન થયું છે. 

અમરેલી કે જ્યાં અંબરીશ ડેર સહિત અનેક કોંગી નેતાઓએ પક્ષપલ્ટો કર્યો છે અને ભાજપ-કોંગ્રેસના બે નેતાઓ રાજકોટ ચૂંટણી લડવા આવ્યા છે ત્યાં રાજ્યનું સૌથી ઓછું મતદાન માત્ર ૫૦.૦૭ ટકા થયું છે. પક્ષપલ્ટાને કારણે જ્યાં ચૂંટણી આવી પડી તે માણાવદરમાં પણ ૫૩.૯૩ ટકા જેવું પાંખુ મતદાન રહ્યું છે. 

સૌરાષ્ટ્રમાં ગત ધારાસભા-૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો ત્યારે આ વખતે ભાવનગરમાં ભાજપ અને આપ વચ્ચે તથા અન્ય તમામ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો. આમ, શાસનવિરોધી મતોમાં ભાગલા ઓછા પડવાનો અંદાજ છે. કૂલ ૯૨ ઉમેદવારોનું રાજકીય ભાવિ આજે ઈ.વી.એમ.માં સીલ થયું છે. 

સૌરાષ્ટ્રની જનતામાં સ્થાનિક ભંગાર રસ્તા જેવા અનેક પ્રશ્નોથી માંડીને ટોલટેક્સ સહિત વધુ કરબોજ, વેપાર ઉદ્યોગ અને ખેડૂતોથી માંડીને ગૃહિણીઓને સ્પર્શતા મોંઘવારી,શિક્ષિત બેરોજગારી અને સામાન્ય નોકરી માટે લાંબી કતારો, સરકારી સેવાઓનું ખાનગીકરણ અને લોકોને હાલાકીથી માંડીને ગામેગામ,ઘરે ઘરે જેનો મહોત્સવ ઉજવાયો તે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, કાશ્મીરને ભારત સાથે જોડતી ક.૩૭૦ રદ કરવાનું ઐતહાસિક પગલુ, નરેન્દ્ર મોદીની અડીખમ લોકચાહના,સોમનાથ,દ્વારકા સહિત ધર્મસ્થાનો અને સાંસ્કૃતિક સ્થળોનો વિકાસ, એઈમ્સથી એરપોર્ટ સહિતની સુવિધા વગેરે મુદ્દાઓ હતા. પરંતુ, ચૂંટણી પૂર્વે વધુ ગાજેલો મુદ્દો પરસોતમ રૂપાલાનો રાજા-મહારાજાઓ વિષે ખોટો અને અનુચીત બફાટ કે જેના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય આંદોલન સળગ્યું તે રહ્યો હતો. ઉપરાંત ભાજપ-કોંગ્રેસના નેતાઓના વાણીવિલાસ પણ મુદ્દા બન્યા હતા. 

સૌરાષ્ટ્રની 8 બેઠકો પર 2019 અને 2024માં થયેલું મતદાન 

બેઠક ૨૦૨૪ (અંદાજિત) ૨૦૧૯ ટકા ઘટાડો
૧.રાજકોટ ૫૯.૬૦ ૬૩.૧૪ -૩.૫૪
૨.જામનગર ૫૭.૬૭ ૬૦.૭૦ -૩.૦૩
૩.અમરેલી ૫૦.૦૭ ૫૫.૭૫ -૫.૬૮
૪.પોરબંદર ૫૧.૭૬ ૫૬.૮૦ -૫.૦૪
૫.જુનાગઢ ૫૮.૮૭ ૬૦.૭૩ -૨.૧૪
૬.સુરેન્દ્રનગર ૫૨.૨૨ ૫૭.૭૯ -૫.૫૭
૭.ભાવનગર ૫૩.૭૩ ૫૮.૪૧ -૪.૬૮
૮.કચ્છ ૫૫.૩૩ ૫૮.૨૩ -૨.૯૦
સરેરાશ ૫૪.૬૧ ૫૮.૯૪ -૪.૩૩

 

You Might Also Like

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી

ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ

સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
ગુજરાત

અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત

Editor By Editor 5 days ago
 જંગલેશ્વરમાં ડિમોલેશનના બે મહિના બાદ પણ ૧૫ મીટરનો રોડ નહી બનતા ઉડતી ધૂળની ડમરીઓ
 ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૪.33 અને સામાન્યનું ૯૨.૭૧ ટકા પરિણામ
 પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર
સ્વ.ડોલીબેન પારેખની તૃતીય પુણ્યતિથિ નિમિતે પરિવાર દ્વારા સ્લીપર અને છાસ વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?