રાધેક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત જીવન સાથી પસંદગી મેળો સંપન્ન થયો
300થી વધુ દિકરા-દિકરીઓએ પરિવાર સાથે પરિચય કેળવ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં બ્લડ ડોનેશન કેમ્પ, કોરોના કાળની કપરી પરિસ્થતીમાં જરૂરીઆતમંદ પરિવારોને રાશન કીટ, મકર સંક્રાંતે ગરીબ પરીવારોમાં ચીકી વિતરણ, ઉનાળામાં કારમી ગરમીમાં રાહદારીઓને ઠંડક પહોંચાડવા છાસ વિતરણ, સ્કુલનાં બાળકોને વોટર બેગ, બુકસ વિતરણ જેવી સેવાકિય પ્રવૃતિઓથી લોકોનાં હૃદયમાં એક અનોખું સ્થાન મેળવી ચુકેલ રાજકોટની શ્રી રાધેક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજનાં દિકરા-દિકરીઓ માટે જીવન સાથી પસંદગી મેળાનું સુંદર આયોજન ગત તા.17-5-2026 ને રવિવારનાં રોજ સવારે 9 થી બપોરે 4 દરમ્યાન રણછોડદાસજી કોમ્યુનિટી હોલ નં-2, જલજીત હોલ સામે, આનંદ નગર મેઈન રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. જીવન સાથી પસંદગી મેળામાં દિકરા દિકરીઓ મળીને 300થી વધુ ઉમેદવારો રજીસ્ટ્રેશન દ્વારા હાજર રહ્યા હતાં.
જીવન સાથી પસંદગી મેળાનું દિપ પ્રાગટ્ય અને ઉદ્ઘાટક ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ), ખોડલધામ-ટ્રસ્ટી મેહુલભાઈ ખાખરીયા તથા ટ્રસ્ટી મંડળનાં વરહસ્તે આ કાર્યક્રમનો સુંદર પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત મહેમાન તરીકે સમાજનાં અનેક શ્રેષ્ઠીઓ ખાસ હાજર રહી કાર્યક્રમનાં આયોજન બદલ ટ્રસ્ટનાં હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી. ટ્રસ્ટી મંડળ દ્વારા મૌલેશભાઈ ઉકાણી અને ટ્રસ્ટનાં પ્રમુખ અરવિંદભાઈ લક્કડનું સન્માન જામનગરથી ખાસ પધારેલ પ્રફુલભાઈ અને કુસુમબેન ગોકાણી તથા કેતનભાઈ કારીયા દ્વારા કરવામાં આવેલ આ ઉપરાંત ટ્રસ્ટ મંડળની બહેન ભારતીબેન ગોદળકા તથા હેતલભાઈ ત્રિવેદી દ્વારા શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં હાજર મહેમાનશ્રીઓ તથા ઉમેદવાર પરિવારોનું શાબ્દીક સ્વાગત ટ્રસ્ટનાં ઉપપ્રમુખ બીનાબેન કેતનભાઈ કારીયા દ્વારા કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા રાધેક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અરવિંદભાઈ લક્કડનાં સિધા માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ બીનાબેન કે. કારીયા, મંત્રી ભારતીબેન ગોદળકા, ટ્રસ્ટી ચેતનભાઈ સોલંકી, કેતનભાઈ કારીયા, અશોકભાઈ બોરડ, અશોકભાઈ મેઘાણી, રણછોડભાઈ ડોબરીયા, ભગીરથભાઈ મકવાણા, ચંદ્રકાંતભાઈ ભીમાણી, સતીષભાઈ ઘાડીયા, ભરતભાઈ પનારા, નાથાભાઈ પટેલ – ટંકારાવાળા, અમીતભાઈ સોજીત્રા આ ઉપરાંત મહીલા ટીમનાં રમાબેન લક્કડ, જીંકલબેન પટેલ, ભાવનાબેન બાંભરોલીયા, ભુમીબેન પટેલ, હેતલબેન ત્રિવેદી, મનીષાબેન પટેલ સહીતનાં અન્ય બહેનોએ ઉપરાંત જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમ અંગે વધુ માહીતી માટે ટ્રસ્ટનાં પ્રમુખ અરવિંદભાઈ લક્કડ – મો.75 67 67 25 26 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.


