રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ECGC ના લાભો અંગે શુક્રવારે સેમિનાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, એકસપોર્ટ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECGC) તથા ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના સંયુકત ઉપક્રમે “નિકાસને જોખમમુક્ત કરી, વૃધ્ધિને પ્રોત્સાહીત કરવા તેમજ ECGC ના લાભો’ અંગે નિઃશુલ્ક સેમીનારનું તા.૧૭-૦૪-૨૦૨૬, શુક્રવારના રોજ સાંજના ૫:૩૦ થી ૭:૦૦ વાગ્યા સુધી, રાજકોટ ચેમ્બર કોન્ફરન્સ હોલ, સેન્ટર પોઈન્ટ, કરણસિંહજી રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં ECGCના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આ સેમીનારમાં મર્યાદિત સંખ્યા હોવાથી રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. જે માટે આપેલ લીન્ક : https://forms.gle/87xcNyuhdAvGmyd97 અથવા ફોન નં.૦૨૮૧-૨૨૨૭૪૦૦/૨૨૨૭૫૦૦, મો. ૭૩૮૩૧૨૭૪૦૦ ઉપર કરી શકાશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.


