By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા

Editor
Last updated: 2026/05/26 at 3:34 PM
3 months ago
Share
રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા
SHARE

દાદાના લોહીથી રંગાયો લોભનો ખેલ

રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા

પહેલા ગેસના બાટલાની ઝપાઝપીની ખોટી કહાની ઘડી હતી, પોલીસની કડક પૂછપરછમાં ભાંડો ફૂટ્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. કિંમતી પ્લોટ પોતાના નામે કરાવવાની લાલચમાં એક પૌત્રે પોતાના જ સગા દાદાને મોતને ઘાટ ઉતારી દીધાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. શરૂઆતમાં આ સમગ્ર બનાવને અકસ્માત અથવા ગેસના બાટલાને લઈને થયેલી ઝપાઝપીનો રંગ આપવા પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસની તીવ્ર પૂછપરછમાં આરોપી આખરે ભાંગી પડ્યો અને આખો ગુનો ખુલ્લો પડી ગયો હતો.
ગઈકાલે રાજકોટના રામાપીર ચોકડી વિસ્તારમાં 73 વર્ષીય અરજણભાઈ દેવદાનભાઈ મીયાત્રાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયેલું હતું. શરૂઆતમાં પરિવારજનોને કહેવામાં આવ્યું હતું કે તેઓ પડી જતા માથામાં ઇજા પહોંચી હતી. પરંતુ ઘટનાસ્થળની પરિસ્થિતિ અને આરોપીના વર્તનથી પરિવારજનોને શંકા જતા મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. આ બનાવ અંગે રેલનગર વિસ્તારમાં રહેતા હરીભાઈ મેરામભાઈ મકવાણાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે મોહિત રમેશ મીયાત્રા સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ફરિયાદી હરીભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેમના લગ્ન વર્ષ 2000માં અરજણભાઈની દીકરી નીતાબેન સાથે થયા હતા. તેઓ બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના સસરા અરજણભાઈ છેલ્લા ઘણા સમયથી શાસ્ત્રીનગર મેઇન રોડ પાસે આવેલા પોતાના ઘરે એકલા રહેતા હતા. પત્નીનું બે વર્ષ પહેલાં અવસાન થયા બાદ તેઓ એકલવાયું જીવન જીવી રહ્યા હતા. ગઈકાલે વહેલી સવારે આશરે પોણા સાત વાગ્યાના અરસામાં હરીભાઈને તેમના ભાણેજ મોહિતનો ફોન આવ્યો હતો. ફોનમાં મોહિતે જણાવ્યું હતું કે દાદા ઘરમાં પડી ગયા છે અને તેમના માથામાં ગંભીર ઇજા થઈ છે. આ માહિતી મળતા જ હરીભાઈ તાત્કાલિક સસરાના ઘરે દોડી ગયા હતા.
ઘરે પહોંચતા જ દ્રશ્ય જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. અરજણભાઈ ઓસરી અને રૂમના દરવાજા વચ્ચે લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. માથામાંથી ભારે પ્રમાણમાં લોહી વહેતું હતું અને આસપાસ પણ લોહીના ડાઘ જોવા મળ્યા હતા. મોહિત અને તેનો ભાઈ સાગર ત્યાં હાજર હતા. પરંતુ ઘટનાના સમયે મોહિતનું વર્તન પરિવારજનોને શંકાસ્પદ લાગ્યું હતું. કારણ કે તેણે દાદાને હોસ્પિટલ લઈ જવાની પણ ના પાડી હતી અને પોસ્ટમોર્ટમ કરાવવાની જરૂર નથી તેવી વાતો કરી હતી. આ વાતથી પરિવારજનોને શંકા વધુ ગાઢ બની હતી. ત્યારબાદ અન્ય સગાઓએ 108 એમ્બ્યુલન્સ બોલાવી અરજણભાઈને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
હોસ્પિટલમાં ડોક્ટરે મૃતકના માથાના પાછળના ભાગે બોથડ પદાર્થના ઘા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મોહિતને ફરી પૂછપરછ કરવામાં આવતા તેણે કહાની બનાવી હતી કે તે સવારે ગેસનો બાટલો લેવા આવ્યો હતો અને તે સમયે દાદા નીચે પડી ગયેલા હતા. તેણે દાદાને ફળીયામાંથી ખેંચીને ઓસરીમાં લાવ્યાનો દાવો કર્યો હતો. પરંતુ પોલીસને આ વાતમાં અનેક ગૂંચવણો જણાઈ હતી. ઘટનાસ્થળના લોહીના નિશાન, મૃતકના શરીર પરની ઇજાઓ અને આરોપીના નિવેદનમાં વિસંગતતા દેખાતા પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. અંતે મોહિત ભાંગી પડ્યો અને દાદાની હત્યા કર્યાની કબૂલાત આપી દીધી હતી.
તપાસ દરમિયાન પરિવારજનો દ્વારા પણ મહત્વની વિગતો પોલીસ સમક્ષ મૂકવામાં આવી હતી. જાણવા મળ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી અરજણભાઈ અને મોહિત વચ્ચે મિલ્કતને લઈને સતત વિવાદ ચાલતો હતો. અરજણભાઈ પાસે શાસ્ત્રીનગર મેઇન રોડ પર કિંમતી પ્લોટ આવેલો હતો અને તેઓ આ મિલ્કત પોતાની દીકરીઓના નામે કરવા ઇચ્છતા હતા.
અંદાજે છ મહિના પહેલાં અરજણભાઈએ પોતાના જમાઈઓ અને અન્ય નજીકના સગાઓને બોલાવી મિલ્કત દીકરીઓને આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે પરિવારજનોએ તે સમયે કોઈ દબાણ ન કરવાનું જણાવ્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર મોહિત અગાઉ પણ દાદાની ખેતીની જમીનના આધાર પર ધીરાણ ઉપાડી ચૂક્યો હતો. આ મુદ્દે દાદા અને પૌત્ર વચ્ચે વારંવાર બોલાચાલી અને ઝઘડા થતા રહેતા હતા. એટલું જ નહીં, થોડા દિવસ પહેલાં અરજણભાઈએ પોતાના મોટા ભાઈને ઘરે રોકાવા માટે બોલાવ્યા હતા. તેમણે નજીકના લોકોને કહ્યું હતું કે મોહિત અને તેનો પરિવાર તેમની સાથે ઝઘડો કરે છે અને પોતાને જીવનું જોખમ હોવાની ભીતિ છે.
આ તમામ પરિસ્થિતિઓને આધારે પોલીસે તારણ કાઢ્યું હતું કે મિલ્કત હડપ કરવાની લાલચમાં મોહિતે પૂર્વયોજિત રીતે પોતાના દાદાની હત્યા કરી હતી. પોલીસે આરોપી સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાએ રાજકોટ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. એક તરફ વૃદ્ધ દાદા પરિવારના સહારે જીવન વિતાવી રહ્યા હતા, તો બીજી તરફ જેઓ પર વિશ્વાસ રાખ્યો એ જ પૌત્રે મિલ્કતની લાલચમાં તેમનો જીવ લઈ લીધો હોવાનો આક્ષેપ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સી. એન. દવે અને તેમની ટીમ દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યામાં કયા પ્રકારના હથિયારનો ઉપયોગ થયો હતો અને બનાવ પૂર્વયોજિત હતો કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

 

You Might Also Like

ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન

રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે

રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ

GTUના પૂર્વ VC ડો.નવીનભાઈ શેઠ દ્વારા વિકસિત ભારત: શિક્ષણની ભૂમિકા અંગે સંવાદ

સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વરસાદનો નવો રાઉન્ડ : ૧3૪ જિલ્લામાં મેઘ મહેર
અમદાવાદ

વરસાદનો નવો રાઉન્ડ : ૧3૪ જિલ્લામાં મેઘ મહેર

Editor By Editor 2 hours ago
CNGના ભાવ વધતા ગુજરાન ચલાવવું મુશ્કેલ ભાડા વધારો આપવા રિક્ષા ચાલકોની માંગ
વોટ 14માં બાંધકામ અને ગાર્ડનના અધિકારીઓ સામે થાળી વગાડી મહિલાઓનો વિરોધ
સંસદમાં ભગવા વસ્ત્રોના વિરોધથી ગીર સોમનાથના સાધુ સંતોમાં નારાજગી, કલેક્ટર કચેરીમાં રામધુન બોલાવી
રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?