૨૦૨૧માં ૯૦ ટકા સીટ પર ભગવો લહેરાયો’તો
૨૦૨૧માં ભાજપે શાનદાર જીત મેળવી ત્યારે તેની પાસે ૧૦૦ ટકા સાંસદ, ૧૦૦ ટકા જિલ્લા પંચાયત, ૯3 ટકા નગરપાલિકા, ૮૬ ટકા તાલુકા પંચાયત અને ૬૧ ટકા ધારાસભ્યો હતા. જેનો સીધો ફાયદો ત્યારબાદ આવેલી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં થયો હતો. જેમાં ભાજપે ૧૫૬ સીટ મેળવી હતી. અને કોંગ્રેસે માત્ર ૧૭ સીટ પર સમેટાઇ ગઇ હતી. જયારે આપને પાંચ બેઠક મળી હતી. ત્યારબાદ બે વર્ષમાં જ ભાજપે કોંગ્રેસ ૪ અને એક અપક્ષ ધારાસભ્યને ભાજપમાં ભેળવી લેતા ૧૬૧એ સંખ્યાબળ પહોંચ્યું હતું.


