સ્વ.વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
વિવિધ રોગના દર્દીઓની નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર કરી હતી : શિક્ષણમંત્રી, સાંસદ મેયર સહિતના મહાનુભાવોની હાજરી
અગ્ર ગુજરાત, રાજકોટ
વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) – રાજકોટના સંયુક્ત ઉપક્રમે ‘વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંત્રી પ્રદ્યુમન વાજા, ટ્રસ્ટના ચેરમેન અંજલિબેન રૂપાણી, ન્યુ એરા સ્કૂલના સંચાલક અજયભાઈ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, સ્વ.વિજયભાઈ આપણી વચ્ચે સદેહે નથી, પરંતુ તેમની વંચિતો પ્રત્યેની સંવેદના આ કેમ્પના માધ્યમથી પણ જીવંત છે.
સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, રાજકોટની ધરતી સેવા માટે જાણીતી છે. માંદગી માત્ર શરીર નહીં, આખા પરિવારની આર્થિક કમર તોડી નાખે છે. એવા સમયે સ્વ. વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને રાજકોટના તબીબોએ ભેગા મળીને આ સેવાનો જે સેતુ બાંધ્યો છે.
મેયર નેહલ શુક્લએ શહેરના પ્રથમ નાગરિક તરીકે ગૌરવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, એક જ છત નીચે આટલા બધા નિષ્ણાત ડોક્ટરો ભેગા થઈને જ્યારે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની પીડા હરવાનું કામ કરે, ત્યારે આખું રાજકોટ ધન્યતા અનુભવે છે.
આ કેમ્પમાં નિષ્ણાંત ન્યૂરો-સ્પાઇન સર્જન ડો.પ્રકાશ મોઢા, ડો.કાંત જોગાણી, ડો.વિરલ વરસાણી, યુરો સર્જન ડો.જીતેન્દ્ર અમલાણી, ગેસ્ટ્રો સર્જન ડો.કાર્તિક સુતરીયા, જનરલ સર્જન ડો.જીજ્ઞેશ ભીમાણી, ફિઝીશ્યન અને એમ.ડી. (ક્રીટીકલ કેર) ડો.અમિત હાપાણી, ડો.મયંક ઠક્કર, ડો.જયેશ ડોબરીયા, ડો.સંકલ્પ વણઝારા, ડો.જસ કરમટા, કાન-નાક-ગળા માટે ડો.જતિન મોદી, ડો.નીરવ મોદી, ડો.યશ કાકડીયા, સ્ત્રી રોગ વિભાગમાં ડો.પ્રતિમાબેન પરીખ, ડો.દર્શનાબેન પંડ્યા, ડો.અલ્પા સોલંકી વાઢીયા, હાડકાના દર્દો માટે ડો.કેતન ઠક્કર, ડો.ભાવેશ સચદે, ડો.કલ્પેશ બજાણિયા, ચામડીના દર્દો માટે ડો.ચેતન લાલસેતા, ડો.ભરત ટાંક, ડો.પાયલ ટાંક, બાળરોગ વિભાગમાં ડો.નીરવ કરમટા, ડો. કૃણાલ આહ્યા, ડો. સવન વામજાએ પોતાની સેવાઓ આપી હતી. કેમ્પમાં ડોક્ટરની સલાહ મુજબની જરૂરી દવાઓ તથા પ્રાથમિક લેબોરેટરી તપાસ તદન ની:શુલ્ક કરી આપવામાં આવી હતી.
કેમ્પમાં ધારાસભ્યો ભાનુબેન બાબરિયા, ડૉ.દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, અગ્રણી ઋષભભાઈ રૂપાણી, રાજેશ રૂપાણી, ડો.મેહુલભાઈ રૂપાણી, માધવભાઈ દવે, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય સહિત ન્યુ એરા સ્કુલના સંચાલક અજયભાઈ પટેલ, IMAના તમામ પદાધિકારીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પને સફળ બનાવવામાં વિજયભાઈ રૂપાણી મેમોરીયલના ચેરમેન અંજલીબેન રૂપાણી, ડો.મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન મેડીકલ એસોસીએશન – રાજકોટ, પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, HNS ગ્રુપ ઓફ કોલેજ, આર્યવીર હોમિયોપેથી મેડીકલ કોલેજ, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ એન્ડ રીસર્ચ સેન્ટર, ડીઝાઇન કોલેજ, ગુજરાત સ્કૂલ ઓફ એક્સીલન્સ તેમજ અસંખ્ય કાર્યકર્તા અને કર્મચારી ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવેલ હતી.


