શેઠ ઉપાશ્રય આંગણે અરિહંત વંદનાવલી યોજાઇ
મહિનામા એકમના દિવસે અરિહંત વંદના વલીનું આયોજન કરવાની જાહેરાત
અગ્ર ગુજરાત, રાજકોટ
શેઠ ઉપાશ્રય આંગણે અરિહંત વંદનાવલી નું આયોજન થયુ ગુરુ કૃપા મમ ભવતુ પરમ પુણ્યોદયે અને સવાયા સદભાગ્યે, આપણા શેઠ ઉપાશ્રય (ગાદીપતિ ઉપાશ્રય) ખાતે તપસમ્રાટ પૂજ્ય રતિ ગુરુદેવ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ તથા પૂજ્ય મુક્ત-લીલમ-સંમતિ ગુરુણીના આશીર્વાદ મય, મધુર ભાષી પૂજ્ય સુનિતા સ્વામીજી અને પરમ ઉત્સાહી પૂજ્ય શ્વેતાંશી સ્વામીજીની નિશ્રામાં ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ. અરિહંત વંદનાવલી અરિહંત પ્રભુના ગુણગાન અને ભક્તિભાવ વધારતી દિવ્ય આરાધના અતુલભાઈ મહેતા તથા એક ઉપાશ્રયના ટ્રસ્ટી સોનાબેન શાહે કરી હતી. મંયુર સ્વરમાં દરેક ગાથા ઝીલાવી હતી.
શેઠ ઉપાશ્રયમાં ચાલી રહેલા વિવિધ ધાર્મિક નજરાણાઓમાં વધુ એક દિવ્ય ઉમેરો—અરિહંત વંદનાવલીનું અદભુત આયોજન. દર મહિનાની સુદ એકમ (બેસતા મહિને) નવા મહિનાની શુભ શરૂઆત ભગવાનની ઉત્તમ ભક્તિ સાથે થાય તેવા શુભ ભાવ સૌને વધાવી લીધેલ. અરિહંત વંદનાવલીના આ અદ્ભુત કાર્યક્રમમાં સર્વે શ્રાવક શ્રાવિકાઓએ વ્હાઇટ અને વ્હાઇટ માં શોભી ઉઠેલ અને દિવ્ય વાતાવરણ સજોએલ હતુ અને સાથે સાથે લકી ડ્રો નું પણ આયોજન કરવામાં આવેલ. અરિહંત વંદનાવલી આયોજનમા ટ્રસ્ટી મંડળમાં હાજર સીએમ શેઠ, નયનાબેન મોદી, જીતુભાઈ શેઠ, રીધીબેન બાવીસી, હેતલતાબેન ટીબડીયા, હર્ષા બોસમીયા, નીતિનભાઈ દોશી આજના દિવ્ય જાપના સર્વે દાતાઓનો આભાર માનવામાં આવેલ હતો. પૂ. મહાસતીજીઓની પ્રેરણાથી આખા વર્ષ નું આયોજન દાતાઓના સહકારની અપેક્ષાએ નકકી કરવામાં આવેલ હતું. આજના જાપની અનુમોહના (૧) સંગીતાબેન શાહ (૨) નીતિનભાઈ દોશી (૩) ભાવનાબેન જગદીશભાઈ ગોસલીયા (૪) રાજેશભાઇ નાથાલાલ શાહ. એ કરેલ હતી.


