By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ

Editor
Last updated: 2026/06/20 at 3:09 PM
2 months ago
Share
 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ
SHARE

ગુજરાતના કલાજગતમાં ફરી લવમેરેજ બાબતે ધમાચકડી

 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ

 બંનેને પાટીદાર સમાજના કાર્યક્રમમાં ઓર્ડર નહી આપવા હિરેન ભેંસાણીયાની ચીમકી

 રાજયમાં અન્ય સમાજના દિકરા-દિકરીઓના લગ્નને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો

 

અગ્ર ગુજરાત, સુરત

ગુજરાતના કલાજગતમાં કલાકારોના અંગત જીવન અને લગ્નને લઈને વિવાદો થવા એ કોઈ નવી વાત નથી. તાજેતરમાં જ ગુજરાતની વધુ એક જાણીતી ગાયિકા લગ્નના બંધનમાં બંધાતાની સાથે જ મોટા વિવાદમાં સપડાઈ છે. લોકગાયિકા રિદ્ધી રાજપરાએ આંતરજ્ઞાતિય લગ્ન કરી લેતા સોશિયલ મીડિયાથી લઈને કલાજગતમાં ભારે ચર્ચા જાગી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં લોકગાયિકા રિદ્ધી રાજપરાએ અન્ય સમાજના યુવક અને જાણીતા મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, આ મામલે એક નવો વળાંક પણ સામે આવ્યો છે. હિરેન ભેસાણીયા નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે, ગત 20 મે 2026ના રોજ જયેશ વાઘેલા રિદ્ધી રાજપરાને ભગાડીને લઈ ગયો હતો. આંતરજ્ઞાતિય લગ્નના કારણે પરિવાર અને સમાજમાં હાલ આ મામલો ભારે ગરમાયો છે.

તમને જણાવી દઈએ કે, જયેશ વાઘેલા મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ છે. થોડા સમય પહેલા પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પણ તબલા પ્લેયર દેવાંગ ગોહિલ સાથે લગ્ન કર્યા હતા. આમ સુરતમાં વધુ એક પાટીદાર સિંગરે આંતરજ્ઞાતીય લગ્ન કરતાં સમાજના આગેવાનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ અંગે પાટીદાર અગ્રણી હિરેન ભેંસાણીયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું, પાટીદાર સમાજને ફરી એકવાર વિનંતી કરું છું કે, આગળ જેવી રીતે સપોર્ટ કર્યો હતો એવી જ રીતે આ બાબતમાં સપોર્ટ કરજો. અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે.. પાટીદારની દિકરી ભગાડી જાવ અને પાટીદાર નામ પર ધંધો કરો. છોકરીનું નામ છે રીધી રાજપરા (પાટીદાર). છોકરાનું નામ છે જયેશ વાઘેલા. 20-05-2026ના રોજ ભગાડીને લઈ ગયો છે. એટલે તમામ સિંગરો, લગ્ન ગીત વાળા, રિધમ વાળાને આ બેય ને કોઈ પાટીદાર સમાજના સ્ટેજ પર બુક કરવા નહીં વિનંતી.

હિરેન ભેંસાણીયાએ જણાવ્યું કે, 20 મેના રોજ જ્યારે આ બંને ભાગી ગયા ત્યારે તેમણે તરત જ રિદ્ધિના પિતાનો સંપર્ક કર્યો હતો. ત્યારેબાદ છોકરો અને છોકરી તેમની ઓફિસે આવ્યા હતા. તેમણે રિદ્ધિને સમજાવી હતી કે પરિવાર તને સ્વીકારવા તૈયાર છે, તું માન સન્માન સાથે ઘરે પાછી ફરી જા. તેમણે યુવકને પણ છોકરીની કારકિર્દી બગડે નહીં તે માટે છોડી દેવા સમજાવ્યો હતો. આ ઉપરાંત પાટીદાર અગ્રણીએ કહ્યું, જે દીકરીએ ક્યારેય માતા-પિતાનું માથું નીચું નહીં થવા દેવાનો ભરોસો આપ્યો હતો તેણે જ આવું પગલું ભરતાં માતા-પિતા ભારે આઘાતમાં છે અને કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી.

ગાયિકાઓ અને વિવાદો
કિંજલ દવે: જાણીતી ગાયિકા કિંજલ દવેએ જ્યારે ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી ત્યારે મોટો વિવાદ થયો હતો. સમાજના આગેવાનો દ્વારા તેમને જ્ઞાતિ બહાર કરવાની અને તેમના સ્ટેજ પ્રોગ્રામ્સનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

કિંજલ રબારી: ગાયિકા કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ ભારે વિવાદ થતાં તેમણે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરવી પડી હતી. એવો પણ દાવો કરાયો હતો કે સમાજના ભારે દબાણના કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું હતું.

કાજલ મહેરિયા: લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયાએ પણ ઘર-પરિવારની જાણ બહાર લગ્ન કરી લીધા હોવાનો દાવો થયો હતો. જો કે, બાદમાં કાજલે પોતે સામે આવીને સ્પષ્ટતા કરી હતી કે તેણે કોઈના દબાણમાં આવ્યા વિના પોતાની મરજીથી લગ્ન કર્યા છે.

આરતી સાંગાણી: પાટીદાર સમાજમાંથી આવતી ગાયિકા આરતી સાંગાણીએ જ્યારે તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યા ત્યારે પણ જ્ઞાતિ અને સમાજ સ્તરે ભારે હોબાળો મચ્યો હતો.

You Might Also Like

શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત

સુરત અમલસાડી અને ભુવાસણ આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ માટે ‘માનસપરિવર્તન’ પરિસંવાદ યોજાયા

સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી ૨૦૬ તોલા દાગીનાની ચોરી

વીર શહીદોના પરિવાર માટે અજોડ કાર્ય કરતી સંસ્થા : ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’

શાળા નં.૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત
સુરત

શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત

Editor By Editor 5 days ago
ભેળસેળ અંગે મેયરને રજૂઆત કરતી યુથ ફોર ડેમોક્રેસી સંસ્થા
બાબરાના મોટા દેવળીયા ગામે તળાવમાં ડૂબેલા બાળકનો મૃતદેહ મળ્યો
યુવા પેઢી  પ્રત્યે વડાપ્રધાનનો પિતૃવત્ અભિગમ આવકારદાયક : અરૂણ નિર્મળ
એટલાન્ટિસ હિલ્સ સોસાયટીમાં રઘુવંશી સમાજ દ્વારા ‘નાગપંચમી’ની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?