સ્વામિનારાયણ ગુરુકુલના બાલમંડળે ૧૫૦૦૦ દંડવતની સિદ્ધિ મેળવી
બાળકો માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન : નાના બાળકો માટે તા.3૧મીએ વન-ડે સમર કેમ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા દ્વારા સંચાલિત ઘનશ્યામ બાલમંડળ ના બાળકો દ્વારા એક દિવસમાં 11000 દંડવત નો સંકલ્પ કરવામાં આવ્યો હતો, પરંતુ બાળમંડળના બાળકોએ સંકલ્પથી સવાયા 15634 દંડવત સ્વામિનારાયણ ગુરુકુલમાં વિરાજતા ઘનશ્યામ મહારાજ સમક્ષ કરીને અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામીએ બાળકોને આ સિધ્ધિ બદલ રાજીપો દર્શાવી આશીર્વાદ પાઠવ્યા હતા અને બધાને સ્વહસ્તે પ્રસાદ આપ્યો હતો.
વિચરણમાં પધારેલા મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી એ લંડનથી બાળકોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, “એક દંડવત કરવાનું ફળ અશ્વમેઘ યજ્ઞ કર્યા બરાબર છે. તમે નાના બાળકો આટલા બધા દંડવત કરી ભગવાનનો અધિક માસમાં અધિક રાજીપો પ્રાપ્ત કર્યો છે”. સુરતથી ધર્મવલ્લભ સ્વામીએ બાળકો ને આશીર્વાદ આપતા કહ્યું કે, ” આવી ભગવાન ની સેવાથી અને સંતોના સમાગમ થી બુદ્ધિ નિર્મળ થાય છે. જે મોક્ષના માર્ગે લઈ જાય છે. બાલ ગુરુકુલ સંભાળતા શ્રી સાધુસેવક સ્વામીએ જણાવ્યું કે, દંડવત એ ફક્ત ભજન-ભક્તિનું અભિયાન નથી, પરંતુ આપણા જીવનના અઘરામાં અઘરા લક્ષ્યને પાર કરવા માટેની એક જીવતી-જાગતી પાઠશાળા છે, આપણે એ શીખવાનું છે કે જ્યારે આપણા સાચા પુરુષાર્થથી અશક્ય લાગતા કાર્યો પણ ખૂબ સહજતાથી પૂર્ણ થઈ જાય છે.
આગામી ૨૫ અને ૨૬ મે દરમ્યાન નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ૫ ધોરણ સુધીના નાના બાળકો માટે ૩૧ મે ના દિવસે વન -ડે સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વિશેષ માહિતી માટે નિમિષભાઈ મુંગરા (૯૯૨૫૫૪૮૮૯૫) સંપર્ક કરવો.


