By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    24 hours ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગરન્યૂઝ

ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર

agragujaratnews
Last updated: 2024/02/02 at 3:34 PM
2 years ago
Share
ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર
SHARE

વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજય સરકાર પ્રજાના હિતમાં સમયની માંગ મુજબ ગણોત સહિત કાયદાઓમાં સુધારા કરી રહી છે. સી.એસ.આર.માં એકત્રિત ફંડ દ્વારા લોકોપયોગી સખાવતી પ્રવૃત્તિઓ વધુ વિક્સે તેવા ઉમદા હેતુથી ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
મંત્રીએ બિલમાં સુધારા અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮ની કલમ ૬૩ એસી, સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, ૧૯૪૯ની કલમ ૫૪-બી તેમજ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કે જે વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર અધિનિયમ, ૧૯૫૮ની કલમ ૮૯ સી માં પણ સમાન રીતે લાગુ પડશે.આ વિધેયકની કલમ-૨,૩,૪માં ઉલ્લેખિત કલમો ૬૩-એસી, ૫૪-બી, ૮૯-સીની જોગવાઇઓ મુજબ ફક્ત બિનખેતીની અરજી કરવાની સમયમર્યાદામાં સુધારો કરવા આ બિલ પસાર કરાયું છે. આથી આ કાયદાના મૂળ હાર્દમાં કોઇ ફેરફાર થતો નથી.
કોઇ સખાવતી પ્રવૃતિ કરતી શૈક્ષણિક સંસ્થાઓ, ચેરીટેબલ ટ્રસ્ટો કે સામાજિક સંસ્થાઓ જ્યારે જમીન ખરીદે છે ત્યારે એમને એ ખબર નથી હોતી કે કલમ ૬૩ હેઠળ પરવાનગી લેવાની રહે છે કે કેમ? બિનખેતી પરવાનગી મેળવવાની હોઇ છે કે કેમ? આવી સંસ્થાઓ મહેસૂલી કાયદાઓથી પરિચિત હોઇ એવુ નથી હોતુ. આવી સંસ્થાઓ તો સમાજના લોકોના દાન-ફાળા-ફંડ પર આધારિત હોય છે. જ્યારે આ ફંડ ઉપલબ્ધ થાય ત્યારે આવી સંસ્થાઓ વિકાસના કામો કરે છે. જેથી બિનખેતી કરવાની સમયમર્યાદા પૂર્ણ થઇ હોય તેને પાછળની અસરથી પરવાનગી મળી શકતી નથી. બિનખેતીની પરવાનગી સમયમર્યાદામાં ન મળવાના કારણે તેમના પ્રશ્નોમાં વધારો થાય છે. જેનું નિરાકરણ લાવવા આ સંસ્થાઓની બિનખેતીની અરજી કરવાની સમયમર્યાદામાં સુધારો કરતું બિલ પસાર કરવામાં આવ્યું છે.
ગુજરાત ગણોત કાયદાની કલમ ૬૩-એસી હેઠળ સખાવતી હેતુ માટે નોંધાયેલ પબ્લિક ટ્રસ્ટ અને કંપની દ્વારા તા.૩૦/૦૬/૨૦૧૫ કે તે પહેલા ખરીદેલ જમીન બિનખેતી કરવા માટેની અરજી કરવાની તા.૨૮/૦૮/૨૦૨૦ના બદલે “સરકાર વખતો વખત ઠરાવે તે મુજબ“નો સુધારો કરવા માટેનું બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. અમારી સરકાર આવી ત્યારથી મહેસૂલ વિભાગના જૂના કાયદાઓ કે જેના થકી પ્રજાને હેરાનગતિ કે વિલંબનો સામનો કરવો પડે અથવા સમયની જરૂરિયાત પ્રમાણે કાયદામાં સુધારો કરવો પડે તેવા કાયદાઓમાં વિવિધ પ્રજાલક્ષી વ્યાપક સુધારાઓ કર્યા છે.
ગુજરાતના ખેડૂતો અને સમગ્ર રાજ્યની પ્રજાને વધુને વધુ ઉપયોગી થાય છે. મહેસૂલ વિભાગના અમુક કાયદાઓ અંગ્રેજો અને રાજાશાહી વખતના છે. એવા જૂના કાયદાઓ જેને અત્યારના બદલાતા સમયમાં બદલવા જરૂરી છે. જે બદલવાથી લોકોને હાડમારી ઓછી થાય,પારદર્શકતા આવે અને લોકોને ફાયદો થાય એ માટે આજે અમે આ બિલથી જરૂરી સુધારો સૂચવ્યો છે. જેમાં કલમ-૨ : ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮ની કલમ ૬૩ એસી, કલમ-૩ : સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, ૧૯૪૯ની કલમ ૫૪-બી તેમજ કલમ-૪ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ, ૧૯૫૮ની કલમ ૮૯-સીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સખાવતી હેતુ માટે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦ હેઠળ નોંધાયેલ પબ્લીક ટ્રસ્ટ અથવા સખાવતી પ્રવૃતિઓને ઉતેજન આપવાના ઉદ્દેશ્યથી કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીએ કલમ-૬૩(૧)ની જોગવાઇનો અમલ નહી કરીને તા.૩૦/૦૬/૨૦૧૫ કે તે પહેલા ખેતીની જમીન ખરીદી હોય તેવી સંસ્થાઓએ સુધારેલ અધિનિયમ નં.૨૮/૨૦૧૫ અમલમાં આવ્યાની તારીખથી છ માસમાં પ્રવર્તમાન કૃષિ જંત્રીના ૨૫% રકમ લઈને બિનખેતીની માટે રૂપાંતર કરવા અરજી શકશે તે મુજબની જોગવાઇ કરવામાં આવેલ હતી.
ત્યારબાદ સુધારા અધિનિયમ નં. ૧૮/૨૦૧૯થી આવી સંસ્થાઓ કે જે ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કાર્યરત હોય, સખાવતી કાર્ય કરતી હોય તેવી સંસ્થાઓ માટે સુધારા કાયદો નં.૧૮/૨૦૧૯ અમલમાં આવ્યાના ૦૧-વર્ષ સુધી બિનખેતીના હેતુ માટે અરજી કરી શકશે અને જંત્રીના ૨૫% ને બદલે ૧૦% મુજબની રકમ વસુલવાની રહેશે તે મુજબનો સુધારો કરવામાં આવ્યો હતો.
લોકોની લાગણીઓને ધ્યાને રાખીને આ સુધારા કાયદાની જોગવાઇ મુજબ આવી સંસ્થાઓને બિનખેતીના હેતુ માટે અરજી કરવાની તા.૨૯/૦૮/૨૦૧૯ થી તા.૨૮/૦૮/૨૦૨૦ સુધી એટલે કે ૦૧ વર્ષની હતી. પરંતુ વિવિધ કારણોસર આ સમયમર્યાદામાં આ સંસ્થાઓએ અરજી કરી શકી ન હતી. આ મુદ્દતમાં એટલે કે તા.૩૦/૦૬/૨૦૧૫ કે તે પહેલા ખેતીની જમીન ખરીદી હોય તેવી સંસ્થા/કંપની દ્વારા બિનખેતી અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવા માટે રાજ્યની અલગ-અલગ સખાવતી સંસ્થાઓએ રજૂઆત સંદર્ભે હકારાત્મકતા દાખવી આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે.
મંત્રી રાજપૂતે આ સુધારા ઉદ્દેશ્ય વિશે કહ્યું હતું કે, તા.૩૦/૦૬/૨૦૧૫ કે તે પહેલા કલમ-૬૩(૧)નો ભંગ કરીને સંસ્થા/કંપની દ્વારા ખરીદેલ ખેતીની જમીનો ચેરીટીના ઉદ્દેશથી કામ/સેવા કરતી સંસ્થા ધર્માદા ફંડ પર આધારિત રહેતી હોય છે. તેથી સંસ્થાએ જમીન બિનખેતી કરાવ્યા બાદ બાંધકામ વિગેરે કરવા માટે તેનુ આર્થિક આયોજન પણ ધ્યાનમાં લેવાનુ રહે છે. આમ, કલમ ૬૩-એસી હેઠળની ચેરીટી સંસ્થાઓ માટે કરેલી આ જોગવાઇ જમીનની બિનખેતીની મુદ્દત સાથે સંબંધિત હોવાથી મુદ્દત વધારો આપી શકાય. જેથી નિયત કરેલ રકમ ભરીને આવી સંસ્થાઓ બિનખેતી કરાવી શકે અને સખાવતી ઉદ્દેશો-કાર્યો આગળ વધારી શકે જે અનુસંધાને બિનખેતીની અરજી કરવાની સમયમર્યાદા સરકાર વખતોવખત ઠરાવે તે મુજબનો કાયદામાં સુધારો કરવા માટે આ સુધારા બિલ રજુ કરવામાં આવ્યું હતું.
ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

You Might Also Like

વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો

પંજાબમાં બ્લાસ્ટ : BSF-આર્મી કેમ્પને નિશાન બનાવ્યા

લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ

નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ

ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના મોવૈયા ગામે BAPS મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
રાજકોટ

રાજકોટના મોવૈયા ગામે BAPS મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

Editor By Editor 6 days ago
ઉનાના પીલુડી વનમાં રચાયો પ્રકૃતિનો અલૌકિક ‘નાગ-પ્રણય’ ઉત્સવ 
બેટ દ્વારકાના દરિયામાંથી મળ્યા નગરરચનાના અવશેષો
પંજાબમાં બ્લાસ્ટ : BSF-આર્મી કેમ્પને નિશાન બનાવ્યા
ભાયાવદરના પડવલાના રીઢા ગુનેગારના ₹1 કરોડના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફર્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?