- ચીન વિદ્યાર્થીઓને પરત બોલાવે છે જ્યારે ભારતના વિદ્યાર્થીઓ અહી રોકાવા માંગે છે
- ભારત અમેરિકાએ મુક્ત વેપાર સંધિ કરી એકબીજાને પ્રથમ ભાગીદાર ગણવા જોઈએ
- સ્થાયી થવા માંગતા ભારતીયો મોટા પ્રમાણમાં અમેરિકામાં રોકાણ કરવા માંગે છે
ચીન દ્વારા ઊભા થતાં જોખમ ભારત અને અમેરિકા માટે અવસર છે કે તેઓ મુક્ત વેપાર કરાર (FTA) સહિત મજબૂત કરાર કરે અને બંને દેશ એકબીજાને ભાગીદાર તરીકે જુએ. એક અમેરિકન સાંસદ ડેરેલ ઇસ્સાએ કરી છે. એક અમેરિકન થિંક ટેંક ખાતે ભારત અને દક્ષિણ એશિયાના રિસર્ચ ફેલો અપર્ણા પાંડે સાથે વાત કરી રહ્યા હતા.
કેલિફોર્નિયાના રિપબ્લિકન સાંસદ ઇસ્સાએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો આજે ચીનના જોખમ પર આધારિત હોય તેવું લાગતું નથી. તેમણે કહ્યું, હું ચીનના જોખમને એક અવસર તરીકે જોઉં છું. ઇસ્સાએ વધુમાં જણાવ્યું હતું કે ચીનમાં જે માલનું ઉત્પાદન થાય છે તે જ કિંમતે ભારતમાં પણ ઉત્પાદન કરી શકાય છે.
ઇસ્સાએ વધુમાં કહ્યું કે, પરંતુ આ માટે બંને દેશો વાસ્તવમાં મજબૂત સમજૂતી કરે તે જરૂરી છે. જેમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પણ સામેલ છે. જેથી, ભારત અને અમેરિકા એકબીજાને પ્રથમ ભાગીદાર તરીકે જુએ. મને લાગે છે કે અમે તે કરવા તરફ ખૂબ આગળ વધી ગયા છીએ.
અમેરિકા-દક્ષિણ એશિયા સંબંધો પર ઇસ્સાએ કહ્યું કે, અમેરિકામાં અમારી સૌથી મોટી અને સૌથી સફળ કંપનીઓ કોણ ચલાવે છે? અમેરિકામાં ઈનોવેટર્સ કોણ છે? આપણી યુનિવર્સિટીઓ પર કોણ પ્રભુત્વ ધરાવે છે? સ્પષ્ટ જવાબ છે – ભારતીય વિદ્યાર્થીઓ. તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં રહેવા માંગે છે. જ્યારે, ચીન તેના વિદ્યાર્થીઓને તેમના દેશમાં પરત લઈ જવા માંગે છે. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 20 વર્ષથી ઈમિગ્રેશન સુધારા પર કામ કરી રહ્યા છે અને તેમણે જોયું છે કે H-1B અને અન્ય કામચલાઉ વિઝા કાર્યક્રમો એ ભારતીયો માટે સૌથી મોટો પડકાર છે જેઓ (યુએસ) કાયમી રહેવાસી અને નાગરિક બનવા ઈચ્છે છે.
તેમણે આગળ કહ્યું કે જો ભારતીય રોકાણકારો પોતાના L-1 વિઝાને એક્સટેન્ડ કરવા ઈચ્છે છે તેઓ વધુને વધુ પ્રમાણમાં અમેરિકામાં રોકાણ કરવા માંગે છે. આ તે લોકો છે જેઓ ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધો ઈચ્છે છે. તેઓ વાસ્તવમાં અમેરિકામાં પોતાના પગ જમાવવા માંગે છે.
FTAની હિમાયત કરતાં તેમણે કહ્યું કે બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા… બધાએ તેમના મુક્ત વેપાર કરારમાં સતત વધારો કર્યો છે. આ દેશોએ ટેક્નોલોજી શેર કરવા માટે એકબીજા વચ્ચે કરાર કર્યા છે. તેમની પાસે એવી કંપનીઓ પણ છે જેનું હેડક્વાર્ટર છે અને તેઓ એકબીજાના દેશોમાં બિઝનેસ કરે છે.


