By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળ પાલીકા પ્રમુખ પદે યુવા ઉદ્યોગપતિની, ઉપપ્રમુખમાં નારાજ પ્રજાપતિ સમાજની મહિલાની વરણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળ પાલીકા પ્રમુખ પદે યુવા ઉદ્યોગપતિની, ઉપપ્રમુખમાં નારાજ પ્રજાપતિ સમાજની મહિલાની વરણી

Editor
Last updated: 2026/05/20 at 4:52 PM
3 months ago
Share
વેરાવળ પાલીકા પ્રમુખ પદે યુવા ઉદ્યોગપતિની, ઉપપ્રમુખમાં નારાજ પ્રજાપતિ સમાજની મહિલાની વરણી
SHARE

વેરાવળ પાલીકા પ્રમુખ પદે યુવા ઉદ્યોગપતિની, ઉપપ્રમુખમાં નારાજ પ્રજાપતિ સમાજની મહિલાની વરણી

ભાજપ દ્વારા આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈ પાલીકાના હોદેદારોની નિયુકિત કરી

સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજએ ફરી પાલીકા પ્રમુખ પદ પર દબદબો પ્રસ્થાપિત કર્યો

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

વેરાવળ પાલીકાના હોદ્દેદારોની વરણીમાં ફરી સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજનો દબદબો જોવા મળ્યો છે. આજે પાલિકાના હોદ્દેદારોની ભાજપ દ્વારા કરાયેલ જાહેરાતમાં ખારવા સમાજના યુવા ઉદ્યોગપતિ નરેશ ગોહિલની પાલિકાના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ પદ પ્રજાપતિ સમાજના ફાળે અને કારોબારી ચેરમેન પદ વણિક સમાજના ફાળે ગયું છે.

ગઇકાલે સવારે વેરાવળ સર્કીટ હાઉસ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર, શહેર પ્રમુખ શૈલેષ મેસવાણિયાની ઉપસ્થિતિમાં ભાજપના ચૂંટાયેલા 24 નગરસેવકોની બેઠક મળી હતી. બેઠકમાં પ્રદેશમાંથી બંધ કવરમાં પાલિકાના હોદ્દેદારોના નામો આવેલ જેની શહેર પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પાલિકા પ્રમુખ પદે યુવા ઉદ્યોગપતિ નરેશભાઈ ગોહેલ, ઉપપ્રમુખ પદે હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન પદે ઉદય શાહ, પક્ષના નેતા તરીકે રીટાબેન તન્ના અને દંડક તરીકે જીતેન ઉપાધ્યાયની વરણી કરવામાં આવી હતી. આ વરણીને બેઠકમાં ઉપસ્થિત સાંસદ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોએ આવકારીને પાલિકાના નવનિયુકત પદાધિકારીઓના હારતોરા કર્યા હતા.

બાદમાં ભાજપના તમામ નગર સેવકો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં નાયબ કલેકટરની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે નરેશ ગોહેલ અને ઉપપ્રમુખ પદ માટે હેમીબેન જેઠવાએ ઉમેદવારી કરી હતી. જેની સામે કોંગ્રેસમાંથી પ્રમુખ પદ માટે મનીષાબેન માલમ અને ઉપપ્રમુખ પદે લક્ષમણ સોલંકીએ દાવેદારી કરી હતી. ત્યારે સ્પષ્ટ બહુમતીના આધારે ભાજપ માંથી ઉમેદવારી કરનાર બંન્ને હોદ્દેદારોની પાલિકાના પ્રમુખ – ઉપપ્રમુખ તરીકે નિયુક્તિની જાહેરાત કરવામાં આવી હતી.

બેઠક પૂર્ણ થયા બાદ પાલીકાના નવનિયુક્ત હોદેદારોને માનસિંહ પરમાર, લખમભાઈ ભેંસલા, દામજીભાઈ ફોફંડી, તુલસીભાઈ ગોહેલ, ભાજપ સંગઠનના હોદેદારો, કાર્યકરો અને જુદા જુદા સમાજના આગેવાનો દ્વારા હારતોરા કરી મોઢા મીઠા કરી આવકારવામાં આવ્યા હતા.

પાલીકાના હોદેદારોની વરણીમાં સાગરપુત્ર ફાઉન્ડેશનનો ફરી દબદબો

અત્રે નોંધનીય છે કે પાલિકાના હોદ્દેદારોની કરાયેલ જાહેરાતમાં સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજનો ફરી દબદબો જોવા મળ્યો છે. તો ચૂંટણી સમયે ભાજપથી નારાજ દેખાતા પ્રજાપતિ, વણિક અને બ્રહ્મ સમાજની નારાજગી દુર કરવા હેતુસર ત્રણેય સમાજના ચૂંટાયેલા નગરસેવકોની મહત્વના પદો ઉપર વરણી કરેલ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

લાંબા અને ટૂંકા ગાળાના વિકાસકામોના વિઝનો પરિપૂર્ણ કરવાની ઈચ્છા : પ્રમુખ નરેશ ગોહેલ

આ તકે નવનિયુક્ત પ્રમુખ નરેશ ગોહેલ એ મીડિયા સાથેની વાતમાં ભાજપના સૌ કાર્યકરો આગેવાનો અને ખાસ કરીને સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે પોતાના વિઝન અંગેની પણ વાત કરતા શહેરમાં લાંબા અને ટૂંકા ગાળાના વિકાસકામોના વિઝનો પરિપૂર્ણ કરવા મહેચ્છા ધરાવે છે. ટૂંકાગાળામાં ખાસ કરીને બેઝિક પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે અને સૂચના રૂપે મળી રહે તેમ જ લાંબા ગાળામાં શહેરના અનેક મહત્વપૂર્ણ વિકાસકામો પણ હાથ ધરવાની મહેચ્છા ધરાવી હતી.

You Might Also Like

ઉનાના જામવાળા–માધુપુર રોડ પર કુદરતે રચ્યું અદભુત સામ્રાજ્ય!

વેરાવળ પીપલ્સ બેંકની સાધારણ સભામાં સભાસદોને 13 % ડિવિડન્ડની જાહેરાત

ગીર સોમનાથમાં પ્રોહીબિશનના બે ગુનામાં નાસતો-ફરતો આરોપી રેંજ આઈજીની ટીમે ઝડપી પાડ્યો

વેરાવળમાં NEET ની પરીક્ષામાં 500 થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર બે વિદ્યાર્થીઓનું સન્માન

વેરાવળ-સોમનાથમાં ઓટોરિક્ષા ચાલકોની RTO દ્વારા થતી કનડગત સામે હડતાળ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્ટાફની અછત વચ્ચે શિક્ષકોને ફ્લડ કંટ્રોલની ડ્યુટી સોંપતા નારાજગી
ગુજરાતરાજકોટ

સ્ટાફની અછત વચ્ચે શિક્ષકોને ફ્લડ કંટ્રોલની ડ્યુટી સોંપતા નારાજગી

Editor By Editor 5 days ago
વી. એમ. મહેતા આયુર્વેદ સંસ્થાન દ્વારા છાપરા ગામે “આયુર્ગ્રામ 3.0 – રાઉન્ડ 2” નો પ્રારંભ:
પરમીટ, ફીટનેસ, લાયસન્સ વગર સહિતના ટ્રાફિક નિયમ ભંગ કરનાર RTOની ઝપટે ચડ્યા
ડૉ. હેડગેવારજી પર આધારિત આવરણ, માહિતી પુસ્તિકા તથા ટપાલ મુદ્રાનું લોકાર્પણ
ભૂજમાં ખાતેદારનો દાખલો આપવા રૂ.૫૦ હજારની લાંચ લેતા તલાટી ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?