વોર્ડ નં.૧૫ અને ૧૮માં ખડકાયેલા ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન
રૂ.૨૧ કરોડથી વધુની સરકારી જમીન મનપા દ્વારા ખુલ્લી કરાવાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વોર્ડ નં.૧૫માં આજી ડેમ ચોકડી પાસે આવેલા ટ્રાફિક પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પ્લોટમાં થયેલ દબાણ દૂર કરી ૨૧ કરોડની જમીન ખુલ્લી કરી હતી. જયારે વોર્ડ નં.૧૮માં સીતારામ સોસાયટીના રોડ પર છ થાંભલા નાખી આડસ મારી કરાયેલુ દબાણ પણ હટાવવામાં આવ્યું હતું.
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા પુર્વ ઝોનના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરક્ષા વિભાગનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતાં.


