By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 day ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: થેલેસેમિયા માઇનોર દંપતિના બાળકને મેજર થવાનું જોખમ અનેકગણુ વધુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

થેલેસેમિયા માઇનોર દંપતિના બાળકને મેજર થવાનું જોખમ અનેકગણુ વધુ

Editor
Last updated: 2026/05/08 at 3:56 PM
2 hours ago
Share
થેલેસેમિયા માઇનોર દંપતિના બાળકને મેજર થવાનું જોખમ અનેકગણુ વધુ
SHARE

આજે વિશ્વ થેલેસેમિયા દિવસ

થેલેસેમિયા માઇનોર દંપતિના બાળકને મેજર થવાનું જોખમ અનેકગણુ વધુ

જીવન માટે સંઘર્ષ કરતા દર્દીઓને રક્તદાન થકી મદદરૂપ થવાનો સાદ

‘હવે છૂપાવો નહીં: નિદાન વિહોણાને શોધો, વણઓળખાયેલાને સહારો આપો’ની થીમ સાથે સંદેશ અપાયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે. થેલેસેમિયા પ્રત્યે જાગૃતિ લાવવા અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી થેલેસેમિયા ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા ૮ મેના રોજ ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે ‘હવે છૂપાવો નહીં: નિદાન વિહોણાને શોધો, વણઓળખાયેલાને સહારો આપો’ (“Hidden No More: Finding the Undiagnosed. Supporting the Unseen”).

આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને શોધવાનો છે જેમને હજુ સુધી પોતાની બીમારીની જાણ નથી અને જેઓ આ બીમારી સાથે લડી રહ્યા છે, છતાં લોકોની નજરમાં નથી આવ્યા તેમને મદદ પૂરી પાડવાનો છે.

નોંધનીય છે કે, વિશ્વ થેલેસેમિયા દિવસ એ આ રોગ વિશે દુનિયાભરમાં જાગૃતિ લાવવા માટેનું એક મુખ્ય અભિયાન છે. આ દિવસ વિશ્વભરના થેલેસેમિયાના દર્દીઓ અને તેમના પરિવારોની હિંમત, ગૌરવ અને તેમની એકતાને સન્માન આપવા માટે સમર્પિત છે.

જ્યારે બે ‘થેલેસેમિયા માઈનોર’ વ્યક્તિઓ લગ્નગ્રંથિથી જોડાય છે, ત્યારે તેમના સંતાનને ‘થેલેસેમિયા મેજર’ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. વિજ્ઞાનની પ્રગતિ છતાં સામાજિક જાગૃતિ જ આ રોગને નાબૂદ કરવાનું શક્તિશાળી શસ્ત્ર છે. થેલેસેમિયાના મુખ્ય બે પ્રકાર છે: માઈનોર અને મેજર. માઈનોર થેલેસેમિયા ધરાવતી વ્યક્તિઓ લગભગ સ્વસ્થ જીવન જીવે છે, જ્યારે મેજર થેલેસેમિયા ધરાવતા દર્દીઓને સમયાંતરે લોહી ચઢાવવું પડે છે.

આપણા લોહીમાં શ્વેત રક્તકણો (WBC) અને લાલ રક્તકણો (RBC) હોય છે. શ્વેત રક્તકણો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, જ્યારે લાલ રક્તકણો શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે. પરંતુ થેલેસેમિયાના દર્દીના શરીરમાં લાલ રક્તકણો શરીરને જોઈએ તેવી ઝડપે ઉત્પન્ન થતા નથી.

આરોગ્ય નિષ્ણાતોના મતે, થેલેસેમિયા મુક્ત સમાજ બનાવવા માટે લગ્ન પૂર્વની લોહીની તપાસ અત્યંત આવશ્યક છે. આથી, ‘હિમોગ્લોબિન ઈલેક્ટ્રોફોરેસિસ’ જેવી તબીબી તપાસને પ્રાધાન્ય આપવું જોઈએ. હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ એ એક મહત્વપૂર્ણ નિદાન સાધન છે, જેનો ઉપયોગ લોહીમાં વિવિધ પ્રકારના હિમોગ્લોબિનને ઓળખવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે થાય છે. ગર્ભાવસ્થાના શરૂઆતના અઠવાડિયામાં જ ‘કોરિઓનિક વિલસ સેમ્પલિંગ’ (CVS) દ્વારા બાળક થેલેસેમિક છે કે નહીં તે જાણી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના ભગીરથ પ્રયત્નોના કારણે આ અતિગંભીર આનુવંશિક રોગની નાબૂદી માટે ગુજરાત સમગ્ર દેશમાં રોલ મોડલ બન્યું છે. ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) હેઠળ સરકાર શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરે છે. ‘પ્રી-મેરિટલ’ (લગ્ન પૂર્વે) અને ‘પ્રી-નેટલ’ (ગર્ભાવસ્થા દરમિયાન) ટેસ્ટિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

જાગૃત નાગરિક તરીકે આપણે ‘સાવચેતી’ને સંસ્કાર બનાવીશું, તો જ આવનારી પેઢીને ‘થેલેસેમિયા મુક્ત વિશ્વ’ની ભેટ આપી શકીશું. ત્યારે આજના ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ નિમિત્તે થેલેસેમિયાના દર્દીઓ માટે અત્યંત જરૂરી રક્તદાન કરવા તથા જનજાગૃતિ થકી થેલેસેમિયામુક્ત ગુજરાતના નિર્માણ માટે પ્રત્યેક નાગરિક સંકલ્પબદ્ધ બને તે જરૂરી છે.

You Might Also Like

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા
રાજકોટ

ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા

Editor By Editor 1 day ago
રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું
ધારીના ‘ધ ફન વિસ્ટેરિયા’ રિસોર્ટમાં તસ્કરોનો હાથફેરો: ૧૧.૪૯ લાખની મતાની ચોરી
ગોંડલના મોટા ઉમવાડામાં ખેડૂતની 6 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ
ઉના શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સમીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?