પટેલ યુવા પ્રગતિ મંડળનો 40મો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
અનેકવિધ કાર્યોમાં યોગદાન આપનાર સેવાભાવીઓનું અને કાર્યક્રમનું સૌજન્ય આપનાર પરિવારનું સન્માન : બ્લડ કેમ્પમાં ૪૦ બોટલ એકત્ર
અગ્ર ગુજરાત, સુરત
શ્રી પટેલ યુવા પ્રગતિ મંડળ દ્વારા બુઢણા (સુરત)ના 40મા સ્નેહમિલન સમારોહનું આયોજન મોટા વરાછા મુકામે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના દાતાઓ અને સૌ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. શ્રી પટેલ યુવા પ્રગતિ મંડળ – બુઢણાના મંત્રી અરવિંદભાઈ મુંજપરાએ શબ્દપુષ્પથી સૌનું સ્વાગત કર્યું હતું. આ સમારોહમાં અનુભાઈ તેજાણી, નેમુભાઈ ધામેલિયા અને દિલીપભાઈ સખિયા (ગીર ગંગા ટ્રસ્ટ -રાજકોટ) વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પાણીની સમસ્યા દૂર થાય તે માટે સૌરાષ્ટ્રમાં વધારેમાં વધારે ચેકડેમ બને તે માટે ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે માતૃભૂમિ બુઢણા ગામે ‘મારું ગામ મારું રસોઈઘર’ના દાતાઓ, ચેકડેમ, વૃક્ષારોપણ રસોઈ ઘર વગેરે ક્ષેત્રે યોગદાન આપનાર દાતાઓ અનુભાઈ તેજાણી, નેમુભાઈ બેલડિયા, નેમુભાઈ ધામેલિયા, બાબુભાઈ મુંજપરા, ભગવાનભાઈ ડોંડા, વિનુભાઈ સુતરિયા, ડૉ. જનકભાઈ મુંજપરા વગેરેનું સ્મૃતિચિહ્ન અર્પણ કરીને ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષના કાર્યક્રમનું સૌજન્ય ભીમજીભાઈ કુરજીભાઈ ધામેલિયા તેમજ સુપુત્રો પંકભાઈ અને ડૉ. સંજયભાઈ ધામેલિયા પરિવાર દ્વારા પ્રાપ્ત થયું હતું. આ પરિવારને ‘વતનનું રતન’ સન્માનપત્ર, શાલ, અને પુષ્પગુચ્છથી અર્પણ કરીને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બાલભવન તેમજ ધોરણ : 1થી 12ના તેજસ્વી તારલાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું; જેમાં 40 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. (દર વર્ષે યોજાતા રક્તદાન કૅમ્પની સંપૂર્ણ જવાબદારી સવાણી પરિવાર સંભાળે છે.) ગોપાલ દવેએ ‘સંબંધ સંવાદ’ વિષય પર પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
40માં સ્નેહમિલન સમારોહને સફળ બનાવવા કિશોરભાઈ બેલડિયા (પ્રમુખ), નીતિનભાઈ ધામેલિયા (ઉપપ્રમુખ), અરવિંદભાઈ મુંજપરા (મંત્રી), ઘનશ્યામભાઈ સવાણી (સહમંત્રી), અશોકભાઈ સુતરિયા (ખજાનચી), શૈલેષભાઈ તેજાણી (સહખજાનચી), યુવા કમિટીના તમામ સભ્યોએ તેમજ ગામના તમામ પરિવારના સભ્યોએ વિવિધ જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વીકારી અને નિષ્ઠાપૂર્વક બજાવી હતી. સંકલન સમિતિમાં સુરેશભાઈ સવાણી, અલ્પેશભાઈ ધામેલિયા, હરેશભાઈ તેજાણી વગેરે સુંદર કામગીરી બજાવી હતી. મિતુલ બેલડિયાએ નિ:શુલ્ક ફોટોગ્રાફીની સેવા કરી હતી. કાર્યક્રમનું સંચાલન રાજેશકુમાર ધામેલિયા, હાર્દિકભાઈ બેલડિયાએ કર્યું હતું.


