By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ

Editor
Last updated: 2026/06/19 at 3:00 PM
3 months ago
Share
નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ
SHARE

નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ

 રાજસ્થાનના સિરોહી જિલ્લાનો કેસ આપતા તબીબો માટે પણ સંશોધનનો વિષય બન્યો

 

અગ્ર ગુજરાત, પાલનપુર

પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં એક અત્યંત દુર્લભ અને ચોંકાવનારો તબીબી કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના 45 વર્ષીય મહિલામાં નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ હડકવાના લક્ષણો જોવા મળતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ મહિલાને હડકવા થયો હોવાનું નિદાન કર્યું છે.

માહિતી મુજબ, દોઢ મહિના અગાઉ મહિલાને નોળિયાએ કરડતાં તેઓ સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમને હડકવા વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદના ડોઝ લેવા જતાં તેમને જણાવાયું હતું કે નોળિયાના કરડવાથી સામાન્ય રીતે હડકવા થતો નથી, તેથી બાકીના ડોઝ લેવાની જરૂર નથી. આ સલાહ બાદ મહિલાએ આગળની રસી લીધી નહોતી.

તાજેતરમાં મહિલામાં હડકવાના ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા હતા. ખાસ કરીને તેમને હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ભય જોવા મળ્યો હતો. પાણી સામે લાવતા જ તેઓ ગભરાઈ જતા હતા અને પાણી પીવામાં અસમર્થ બનતા હતા. આ લક્ષણોને આધારે પાલનપુરની બનાસ હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરી અને હડકવા હોવાનું નિદાન કર્યું.

બનાસ મેડિકલ કોલેજ ખાતે અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક અજીબોગરીબ કિસ્સો હમણાં આવ્યો છે. રાજસ્થાનના સિરોહીના વતની 45 વર્ષીય ડાળીબેન ઉજાજી સરગડાને 17 જૂને દાખલ કરવામાં આવ્યાં છે. દોઢ મહિના અગાઉ એક નોળિયો એમને કરડી ગયો હતો. નોળિયો કરડ્યા પછી એ લોકો ત્યાંની સરકારી હોસ્પિટલમાં ગયા હશે, એ સરકારી હોસ્પિટલમાં એક એન્ટી રેબીસ વેક્સીન એટલે કે હડકવા વિરોધી રસીનો એક ડોઝ આપેલો હતો. ત્યારબાદ એ લોકો ફરી પાછા ગયા પણ એમને સ્થાનિક ડોક્ટરે એવું કહ્યું કે નોળિયાથી તો કોઈ દિવસ હડકવા લાગતો નથી એટલે તમે ઇન્જેક્શન નહીં લો તો ચાલશે. આથી બાકીના ઇન્જેક્શન ન લીધા.

આ મહિલામાં હડકવાના હાઇડ્રોફોબિયાના સિમ્પ્ટમ્સ છે. અમારા તબીબોએ હડકવાનું નિદાન કર્યું છે. નોળિયો કરડ્યો હોય અને હડકવા થયો હોય આવો કિસ્સો મારા જીવનમાં પહેલાં ક્યારેય જોયો નથી. પાણી એમની સામે ધરતા જ એકદમ ગભરાઈ જાય અને પાણી પી ન શકે ને આમ આમ તરફડિયા મારે એ જાતના સિમ્પ્ટમ્સ અત્યારે છે. અમારા તબીબોએ તપાસી અને નક્કી કર્યું છે કે આને હડકવા લાગી ગયો છે. અને આવો કિસ્સો મેં આજ સુધી મારી જિંદગીમાં ક્યારેય પણ જોયો નથી કે કોઈ નોળિયો કરડ્યો હોય અને કોઈને હડકવા લાગ્યો હોય.

જ્યારે હડકવા એકવાર લાગી જાય પછી તબીબી વિજ્ઞાન પાસે કોઈ પણ જાતની દવા અત્યાર સુધીમાં શોધાઈ નથી. એકવાર હડકવા લાગી ગયો એટલે મગજની અંદર નેગ્રી બોડી નામના બોડી પેદા થાય છે અને મગજ ઉપર અસર થવાથી ધીમે ધીમે માણસ મરી જાય છે. એટલે આ દર્દીને પણ બચવાની શક્યતા બિલકુલ નથી.

 

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?