ભારતના 19 રાજ્યોમાં ચાલતું નિઃશુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશનમ અભિયાન
દર પુષ્ય નક્ષત્રના દિવસે નિ:શુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ જે છેલ્લાં 55 વર્ષોથી બાળ સ્વાસ્થ્ય તેમજ બાળ સંસ્કાર પર અભિયાન ચલાવે છે, જે ભારતનું સૌથી જૂનું બાળસ્વાસ્થ્ય અભિયાન છે. જેના અંતર્ગત બાળકોને નિઃશુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવે છે. બહાર જે ડોઝ 30 રૂપિયા થી લઈને 50 રૂપિયા સુધીનો હોય છે. તે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ દ્વારા અનેક રાજ્યોમાં નિ:શુલ્ક પંહોચાડવામાં આવે છે અને આ સેવાની સુવાસ માત્ર ગુજરાત પૂરતી જ સીમિત ન રહેતા 19 રાજ્યો સુધી વિસ્તરેલી છે.
1700થી વધારે કાર્યકર્તાઓ પોતાનો સમય, શક્તિ, સામર્થ્ય ખર્ચી આ સેવાયજ્ઞમાં જોડાયેલા છે અને આજે પણ ભારતભરમાં કુપોષિત બાળકો જ્યાં વધારે છે તેવા આદિવાસી વિસ્તારોમાં આ અભિયાન અનેક NGO તેમજ ગર્વમેન્ટ સંસ્થાઓ સાથે પણ ચાલે છે. જેનાથી 2 કે 5 હજાર નહીં પરંતુ દર મહિને 7 લાખ થી વધારે બાળકો લાભાન્વિત થાય છે.
આ અભિયાન અનેક લોકોના તન-મન-ધનના સહયોગ થકી અવિરત 55 વર્ષોથી ચાલે છે, તેમજ આ કાર્યને સમાજની સાથે સાથે સરકારે પણ બીરદાવેલ છે, જે અંતર્ગત 1990માં રાષ્ટ્રપતિ એવોર્ડ, 2003માં ઉપરાષ્ટ્રપતિ સન્માન અને 2023માં સૌથી વધારે બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે.
વધારે માહિતી માટે મો.નં. 81401 40014 / 96649 11182 તથા વેબસાઇટ www.sanskrutigurukulam.com પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવલે છે.


