સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પત્રકારત્વ ભવનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ ના શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) ના નિયમો અનુસાર સંચાલિત આ માસ્ટર ડિગ્રી કોર્સમાં મીડિયા જગતના એક્સપર્ટ્સ દ્વારા થીયેરીકલ અને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે. અહીંથી અભ્યાસ પૂરો કરીને નીકળેલા વિદ્યાર્થીઓ આજે મીડિયા હાઉસમાં સિનિયર રિપોર્ટરથી લઈને તંત્રી સુધીના પદો તેમજ સરકારી માહિતી ખાતામાં અને વિવિધ કોર્પોરેટ કંપનીઓમાં PRO તરીકે ઉચ્ચ હોદ્દા પર સફળતાપૂર્વક કાર્યરત છે. કોઈ પણ પ્રવાહના સ્નાતક વિદ્યાર્થીઓ આ કોર્સ માટે GCAS પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
આ ભવનની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પત્રકારત્વ અને મીડિયા ક્ષેત્રના અનુભવી નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને ક્લાસરૂમ શિક્ષણની સાથે-સાથે ગ્રાઉન્ડ લેવલનું પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવે છે. થીયરીની સાથે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાનું પ્રશિક્ષણ અહીના અનુભવી પ્રોફેસરો અને આમંત્રિત મીડિયા એક્સપર્ટ્સ દ્વારા પૂરું પાડવામાં આવે છે.
પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના સત્તાવાર એડમિશન પોર્ટલ GCAS (https://gcas.gujgov.edu.in) પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ વિગતો અને પૂછપરછ માટે વિદ્યાર્થીઓ સવારે ૧૧:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા દરમિયાન પત્રકારત્વ ભવનના ફોન નંબર 0281-2586418 પર સંપર્ક સાધી શકે છે.


