સંયુકત પરિવારમાં રહેતી પરિણીતાને અર્પણ કરાશે વણિક માતૃત્વ એવોર્ડ
નવનાત વણિક સમાજ દ્વારા આયોજન : ૧૦ થી ૨૭ વર્ષના અપરિણીત સંતાન ધરાવતી માતાનું સન્માન કરાશે : આયોજકો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મુકામે વણિક સમાજમાં હરહંમેશા કાર્યરત રહી સમાજને નવીનતા એકતા સંગઠનમાં શકિત અને મહિલા શકિત કાર્યરત એવું વણિક સમાજનું એક માત્ર સંગઠન નવનાત વણિક સમાજ રાષ્ટ્રીય પ્રમુખ સંસ્થાપક પ્રશાંતભાઇ શાહ દ્વારા જણાવતા ૨૦૨૫માં રાજકોટ પુત્રવધુ એવોર્ડ દેશમાં પ્રથમ થયો હતો અને માતૃત્વ એવોર્ડ પણ ૨૦૨૬માં રાજકોટ મુકામે થવા જઇ રહ્યો છે.
એવોર્ડ માટે વણિક સમાજની દિકરી જેમને પુત્રવધુ બની પરિવારને એની આગવી સુઝબુઝથી જાળવી રાખી હોય અને સંયુકત કુટુંબ અને એકતાની ભાવના સાથે નિભાવતી હોય એવી વહુ માતા બની સંતાનનું ઉછેર પરિવારની માન મર્યાદામાં રહી ૧૦ વર્ષથી લઇ ૨૭ વર્ષના ના બાળકો હોય અપરિણીત અને એકેય સંતાન પરણેલા ના હોય અને સંતાનનું પરિવારનું સારસંભાળ કરતી હોય તેવી વહુ માતાને વણિક સમાજમાં આવતા તમામ ફીરકાની માતાને વણિક માતૃત્વ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમ ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની મુલાકાતે આવેલા પ્રતિનિધિઓ પ્રશાંતભાઇ શાહ, યોગેશભાઇ બાવીસી, જસ્મીનભાઇ દેસાઇ, નમ્રતાબેન શાહ, સ્વીટીબેન મહેતા, પાયલબેન વખારીયા કુરીયા અને નરેન્દ્રભાઇ સોરઠીયા, આશાબેન ગોઆલીયાએ જણાવ્યું હતું.


