ઘરમાં ELCB લગાવવા અને ઇલેકટ્રીક નેટવર્કથી દૂર રહેવા લોકોને અપીલ
PGVCL દ્વારા સલામતી સપ્તાહ અંતર્ગત વિશેષ રેલી યોજાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ PGVCL કચેરી ખાતે ‘ટુડેઝ અવેરનેસ, ટુમોરોઝ પ્રિવેન્શન’ના સૂત્ર સાથે સલામતી સપ્તાહ અંતર્ગત વિશેષ રેલી યોજાઈ હતી. ચીફ એન્જીનિયર બી.ડી. પરમારે ગ્રાહકોને વીજ અકસ્માતોથી બચવા અને ઘરમાં ELCB રાખવા અપીલ કરી છે.
PGVCL દ્વારા ૨૬ જૂનથી ૨ જુલાઈ સુધી સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ રેલીમાં રાજકોટ વર્તુળ અને ગ્રામ્ય કચેરીના ૨૦૦થી ૨૫૦ કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા. વીજ ગ્રાહકોમાં શોર્ટ સર્કિટ અને અકસ્માતો અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. સુરક્ષા માટે ઘરમાં ELCB લગાવવા અને ઇલેક્ટ્રિક નેટવર્કથી દૂર રહેવા અધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી વીજશોકના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે ચોમાસાની અને સામાન્ય દિવસો કેવા પ્રકારની તકેદારી રાખવી તે અંગે લોકોને પોસ્ટરો દ્વારા જાણકારી આપવામાં આવી હતી.


