સેરેનીટી ગાર્ડન લાફીંગ કલબ દ્વારા આરોગ્યલક્ષી ભવ્ય શિબિર યોજાઇ
નિષ્ણાંતો દ્વારા વર્તમાન જીવનશૈલી અંગે માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં ૧૫ મી ઓગસ્ટએ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પુર્વ સંધ્યાએ ૧૪ મીએ નેચરોપેથી ટ્રીટમેન્ટના નિષ્ણાત ડો.શ્રી રમેશભાઈ કોયાણી સાહેબનું નેચરોપેથી આરોગ્યલક્ષી માર્ગદર્શન શિબિરનું ભવ્ય આયોજન સેરેનીટી ગાર્ડન ફ્લેટના વિશાળ કોમન ગાર્ડનમાં આયોજન કરવામાં આવેલ. જેમાં ૨૩૦ ફલેટ હોલ્ડરોના પરિવાર, ભાભા મંડળ, સેરેનીટી યોગ કલાસની બહેનો, સેરેનીટી લાફીંગ કલબના સહિત તમામ સહ પરિવાર મોટી સંખ્યામાં જોડાઈને ઉપરોકત આરોગ્યલક્ષી શિબિરને સફળ કરવામાં યશભાગી
ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવામાં લાફીંગ કલબના પ્રમુખ ગાંગજીભાઈ સાદરીયા, ઉપપ્રમુખ ભાવિન્દુભાઈ ચાંગેલા, માનદ મંત્રી અશ્વિનભાઈ પટેલ, સહ માનદ મંત્રી અનિલભાઈ પારેખ, ટ્રેઝરર અશોકભાઈ કાથરોટીયા, તથા કારોબારી સભ્યો જહેમત ઉઠાવેલ કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ પટેલએ કરેલ ફોટોગ્રાફી સેવા અશોકભાઈ કાયોટીયા, અનિલભાઈ પારેખ, કિરણભાઈ વાછાણી, વરૂણભાઈ પટેલએ પુરી પાડેલ. પ્રચાર અને પ્રસાર સેવા માનદ મંત્રી અશ્વિનભાઈ પટેલ પુરી પાડેલ. આભારવિધિ ઉપપ્રમુખ ભાવિન્દુભાઈ ચાંગેલાએ કરેલ તેમ માનદ મંત્રી અશ્વિનભાઈ પટેલ(મો.૯૮૨૫૧ ૯૫૯૫૫)ની યાદીમાં જણાવાયું છે.


