- દિગંબર જૈન મુનિ પ્રણમય સાગરજીનો વીડિયો વાયરલ
- જૈન મુનિના નિવેદન બાદ ફેલાયો રોષ
- મહેશગીરીના નિવેદન બાદ જૈન મુનિનો વીડિયો વાયરલ
જુનાગઢમાં દત્ત શિખર પર હુમલાનો કેસ વકર્યો છે. જેમાં દિગંબર જૈન મુનિ પ્રણમય સાગરજીનો વીડિયો વાયરલ થયો છે. તેમજ મહેશગીરીના નિવેદન બાદ જૈન મુનિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જૈન મુનિના નિવેદન બાદ રોષ ફેલાયો છે. જૈન મુનિએ જણાવ્યું છે કે ધડ અલગ કરવું હશે તો તલવારો ઓછી પડશે. અમને ડરાવો નહીં, કાયર ન સમજો.
આ વાત મહેશગીરી સુધી પહોંચાડી દેજો : જૈન મુનિ
તમારા હાથે ધડ કપાવવા તૈયાર છીએ. આ વાત મહેશગિરી સુધી પહોંચાડી દેજો. અમને ડરાવવાની જરૂર નથી. અમને કાયર સમજવાની જરૂર નથી. તમે ધડ કાપવાનું જાણો છો તો અમે ધડ કપાવીને પણ તમને ક્ષમા કરવાનું જાણીએ છીએ. અમે તમારા હાથે ધડ કપાવવા માટે પણ તૈયાર છીએ અને તેમ છતાં અમે તમને ક્ષમા કરીશું. અમે તમને આશીર્વાદ આપશો કે હે ભગવાન એમને નર્કમાં જતા અટકાવો. આ વાત મહેશગીરી સુધી પહોંચાડી દેજો જે પણ લોકો આ રાજનીતિ સાથે જોડાયેલા રાજનેતાઓ છે તેને આ વાત પહોંચાડી દેજો. ધર્મનો માહોલ સારો બનાવવા માગતા હો તો માત્ર રામ મંદિરની વાતો ન કરો. રામ મંદિર માત્ર બહારથી જ બને છે તેની પ્રતિષ્ઠા બહારથી જ ખાઈ રહી છે. પરંતુ અંતરથી જો રાવણની ભાવના છે તો એ ભારત માટે સારી નથી.
જાણો સમગ્ર મામલો:
જુનાગઢમાં દત્ત શિખર પર 200થી વધુ લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગુરૂ દત્તાત્રેયના સેવકે પોલીસને અરજી આપી હતી. ત્યારે સાધુ સંતોમાં રોષ ફેલાયો હતો. શિખર પર દિગમ્બર જૈન સંઘ દ્વારા 200થી વધુ લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કરી ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલાએ ખુરશી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જય નેમિનાથના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે ગુરુ દત્તાત્રેયના સેવકે પોલીસને અરજી આપી છે.
સેવકોએ સીધો આરોપ જૈન સંઘના લોકો પર લગાવ્યો
સેવકોએ સીધો આરોપ જૈન સંઘના લોકો પર લગાવ્યો હતો. શિખર પર ધર્મસ્થાન પર આ હોબાળો થયો હોવાનુ કહેવામાં આવ્યુ હતુ. ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યો હતો. દત્તાત્રેય શિખર ગિરનાર પર્વત પર આવેલ છે. અહીં પૂનમ ભરવાને લઈ ખૂબ જ મહત્વ છે. પૂનમે ભક્તો મોટી સંખ્યામાં અહીં ગિરનાર ચઢીને દર્શને આવતા હોય છે. જુનાગઢના દત્ત શિખર ઉપર થયેલા હુમલાનો મામલે તેના ઘેરા પ્રત્યઘાત જોવા મળી રહ્યા છે. જેમાં ભવનાથ પોલીસ શિખર ઉપર પહોંચી છે. આ માટે ફરિયાદ અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં દત્ત શિખરની તપાસ કરવામાં આવી છે. એટલું જ નહીં દત્ત શિખરના પૂજારીની પણ મુલાકાત લેવામાં આવી અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે.
શિખર હુમલા મામલે સાધુ સમાજમાં રોષ
દત્ત શિખર હુમલાની ઘટના ને લઈને સાધુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં મેંદરડા ખાખીમઢીના મહંત સુખરામદાસની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું કે, સાધુ સમાજ અને જૈન લોકો સાથે ઉકેલ લાવવો જોઈએ. શિખર ઉપર બનેલી ઘટના ખૂબ જ દુઃખદાયક છે. વારંવાર આવી ઘટનાઓ બનતા સેવકોમાં નારાજગી જોવા મળી રહી છે.


