- છેલ્લાં ત્રણ દિવસથી ગુજરાતથી મહારાષ્ટ્રની બસો બંધ
- 100થી પણ વધુ બસો બંધ થતા મુસાફરોને હાલાકી
- દિવાળી સુધી મામલો થાળે પડે તો રુટ શરુ કરાશે
વડોદરાથી મહારાષ્ટ્ર જતી ST બસોના રુટ બંધ થયા છે. જેમાં મરાઠા અનામત આંદોલન બાદ તમામ રુટ કેન્સલ કરવામાં આવ્યા છે. છેલ્લાં ત્રણ દિવસથી ગુજરાતથી મહારાષ્ટ્રની બસો બંધ કરવામાં આવી છે. ત્યારે 100થી પણ વધુ બસો બંધ થતા મુસાફરોને હાલાકી પડી રહી છે.
દિવાળી સુધી મામલો થાળે પડે તો રુટ શરુ કરાશે
દિવાળી સુધી મામલો થાળે પડે તો રુટ શરુ કરાશે. જેમાં માલેગાંવ અને ધુલિયામાં રૂટ શરૂ કરાયા છે. તેમાં શિરડી અને નાસિકના રૂટ હજુ પણ બંધ છે. હાલ માલેગાંવ અને ધુલિયા તરફ 80 મામલો થાળે પડ્યો છે. થોડા દિવસોમાં ત્યાં પણ બસ વ્યવહાર શરૂ કરાય તેવી શકયતા છે. ગુજરાતમાંથી મહારાષ્ટ્રના તમામ રૂટ કેન્સલ કરવામાં આવ્યા છે.
જાણો શું છે મરાઠા આંદોલન
કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ફરી એક વાર મરાઠા અનામત આંદોલન અને તેને લગતી માગણીઓએ વેગ પકડ્યો છે. મરાઠા અનામતની માગણી સાથે આંદોલનકારી મનોજ જરાંગે પાટીલ ફરી એક વાર અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેઠા છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની રાજનીતિ પર ખાસી અસર પડી હતી. હવે એવી જ રીતે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલને જોર પકડ્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠા લોકો ઘણા સમયથી અનામતની માગ કરી રહ્યા છે. મરાઠા સમુદાય હિંદુ વર્ષ વ્યવસ્થામાં ન તો બ્રાહ્મણ છે, ન ક્ષત્રિય અને ન વૈશ્ય. એટલે મરાઠા ચોથા વર્ણમાં આવે છે એટલે સામાજિક રૂપથી આ સમુદાય પછાત છે. એટલું જ નહીં ત્રણ વર્ણોના લોકો મરાઠાઓને નીચે માનતા આવ્યા છે. ત્યારે હવે ફરી વખત મરાઠા અનામત આંદોલને જોર પકડ્યું છે.
મહારાષ્ટ્રમાં લગભગ ત્રીજા ભાગની વસતિ મરાઠાની હોવાનું મનાય છે. મોટા ભાગે આ જાતિમાં ખેડૂતો અને જમીનદારો સમાવિષ્ટ છે. મોટા ભાગના મરાઠી બોલે છે, જોકે, તમામ મરાઠી બોલનારા લોકો એ મરાઠા નથી. મહારાષ્ટ્રમાં આ જાતિ રાજકીય વગ ધરાવે છે. વર્ષ 1960માં રાજ્યના નિર્માણથી શરૂ કરીને અત્યાર સુધી રહેલા 20 મુખ્ય મંત્રી પૈકી 12 મરાઠા રહ્યા છે, જેમાં હાલના મુખ્ય મંત્રી શિંદે પણ સામેલ છે.


