- પાલનપુરમાં પોલીસ કર્મી મરણ પામ્યા
- ફરજ પર ઓનડ્યુટી હતા તે વખતે આવ્યું મોત
- અચાનક હાર્ટએટેક આવતા નીચે ઢળી પડ્યા
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જે રીતે હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે તે ખરેખર હવે તો ચિંતાજનક કરતા પણ વધુ ભયજનક સ્તરે જઈને પહોંચ્યું છે. લોકો ટપોટપ મરી રહ્યા છે. ત્યારે આજે વધુ હાર્ટએટેકના લીધે રાજ્યમાં વધુ એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. પાલનપુરમાં એક પોલીસ કર્મચારી ફરજ દરમિયાન અચાનક જ ઢળી પડ્યા હતા. જેના બાદ તેમનું મોત નિપજ્યું હતું.
પોલીસ કર્મીનું મોત
આ મોતનું પ્રાથમિક તારણ હાર્ટએટેક હોય એવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે પાલનપુરમાં પોલીસ કર્મચારી સાયબાભાઈ જોરાભાઈનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ વધુ એકવાર બન્યું છે કે પાલનપુરમાં હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની વિગત એવી છે કે પોલીસ કર્મચારી સાયબાભાઈ જોરાભાઈ ફરજ પર હાજર હતા અને પોલીસ હેડક્વાર્ટરમાં ઓનડ્યુટી હતા. આ દરમિયાન જ અચાનક તેઓ ચાલુ ફરજે ઢળી પડ્યા હતા અને જેના પછી તેઓ મોત પામ્યા હતા. અચાનક હાર્ટએટેક આવતાં જિલ્લામાં વધુ એક મોત થવાથી લોકોમાં આ મામલે ચિંતા વધી ગઈ છે.
મહત્વનું છે કે આજે આની પહેલા રાજ્યમાં વધુ બે વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થયા હોવાની માહિતી સામે આવી હતી. જેમાં રાજકોટ અને વડોદરામાં બે લોકોને હાર્ટ એટેક આવ્યો છે. તેમાં રાજકોટના રસૂલપરામાં 50 વર્ષીય આધેડનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યું છે તેમજ વડોદરામાં 32 વર્ષીય નયનકુમાર પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે.
રસૂલપરામાં 50 વર્ષના આઘેડનું હ્રદય બંધ પડી જતા મોત
બંનેના મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. રાજકોટના રસૂલપરામાં 50 વર્ષના આઘેડનું હ્રદય બંધ પડી જતા મોત થયું છે. તથા રમેશચંદ્ર પાલ ચાની હોટેલમાં ચા પીતા પીતા એકા એક ઢળી પડ્યા હતા. ત્યારે સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા મોત થયું છે. ત્યારે 24 કલાકમાં બે વ્યક્તિઓના રાજકોટ પંથકમાં હ્રદય બંધ પડી જતા મોત થયા છે.
વડોદરા શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત
વડોદરા શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. પંદર દિવસમાં હાર્ટ એટેકથી મૃત્યુના 12 કેસ નોંધાયા છે. તેમાં 32 વર્ષે નયનકુમાર પટેલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. સામી દિવાળીએ યુવાનનું મોત થતા પરિવાર શોકાતૂર બન્યો છે. બાજવા રોડ પર ગીરીરાજ નગરમાં નયનકુમાર પટેલ રહેતા હતા. દાંડિયા બજાર પાનના ગલ્લા પર મિત્રને મળવા ગયેલ નયનકુમારને વોમીટીંગ અને ગભરામણ થઈ હતી.
હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ
મિત્રએ તાત્કાલિક સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખસેડતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. તેથી રાવપુરા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. તેમજ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. આમ એક જ દિવસમાં વધુ એકવાર 3થી4 લોકોના હાર્ટએટેકથી મોત થયા હોવાની જાણકારી સામે આવી હતી.


