- ચોટીલા ચામુંડા મંદિરના સમયમાં ફેરફાર
- સવારની આરતી અને પગથિયા દ્વાર ખુલવાના સમયમાં પરિવર્તન
- સંધ્યા આરતીના સમયમાં કોઈ પણ ફેરફાર કરાયો નથી
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તેને અનુલક્ષીને હવે ગુજરાતના ઘણાં મંદિરોના દર્શન, આરતી અને અન્નકૂટ જેવા પ્રસંગોનો સમય પણ બદલાયો છે. આવી જ રીતે ચોટીલા મા ચામુંડાના મંદિરનો સમય પણ બદલાયો છે.
નવી માહિતી અનુસાર દિવાળીથી લાભ પાંચમ સુધીના દિવસો માટે ચોટીલામાં મા ચામુંડા મંદિરનો સમય બદલાઈ ગયો છે. આ મામલે વધુ માહિતી અનુસાર ચોટીલા ચામુંડા ડુંગર ખાતે દિવાળી અને લાભપાંચમ સુધી આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચોટીલા ચામુંડા મંદિરમાં દિવાળી, બેસતું વર્ષ અને લાભ પાંચમ વગેરે તહેવારોમાં તારીખ 13 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી મંદિરના પગથિયાના દ્વાર સવારે 4.00 વાગ્યે ખોલી નાખવામાં આવશે, એવું નક્કી કરવામાં આવ્યું છે.
આ સિવાય દિવાળીથી લાભપાંચમ સુધીના દિવસો એટલે કે 13 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી ચામુંડા માતાજીની આરતીનો સમય સવારે 4.30 વાગ્યાનો હશે અને સંધ્યા આરતીનો સમય જેમનો તેમ રાખવામાં આવ્યો છે. સંધ્યા આરતી તેના રાબેતા મુજબના સમયે જ થશે તેના સમયમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ સિવાય કાર્તિકેય પૂનમાં દિવસે પગથિયાંના દ્વાર 2.30 વાગ્યે ખુલી જશે અને માતાજીની સવારની આરતી સવારે 3.00 કલાકે કરવામાં આવશે એવું હાલ નક્કી કરવામાં આવ્યું છે. આમ દિવાળીના દિવસોમાં ચોટીલા મંદિરના દર્શન અને દ્વાર ખુલવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેની જાણકારી માતાજીના ભક્તોએ ધ્યાને રાખવી હિતાવહ છે.


