- બસ વળી ના શકે તેવી રીતે વળાંક અપાયો
- બસોને રિવર્સ કરી બીજા રોડ પર લઈ જવાય
- મોટા વરાછા થી ચીકુવાડી બાજુ બ્રિજ ઉતારવામાં છબરડા
સુરતમાં મોટા વરાછાથી પુણા સુધીનો નવનિર્મિત બ્રિજનું કામ ત્રણ તબક્કામાં પૂર્ણ કરાયું છે. બ્રિજની કુલ લંબાઈ 3601 મીટર છે. જેની પાછળ કુલ ખર્ચ 167 કરોડ થયો છે. જ્યારે ઢંગધડા વગરનો બ્રિજ બનાવાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં બ્રિજમાં ઉતરતાં સમયે એસટી બસ વળી ન શકતા છબરડો સામે આવ્યો છે. મોટા વરાછા થી ચીકુવાડી બાજુ બ્રિજ ઉતારવામાં છબરડા સામે આવ્યા છે.
આજે જ સુરતમાં મોટા વરાછાથી વરાછા મેઈન રોડ, ચીકુવાડી અને શ્રીરામનગર સોસાયટી સુધીના બ્રિજનું ત્રીજા ફેઝનું કામ પૂર્ણ થયું હતું. આ બ્રિજથી સીધી કનેક્ટિવિટીથી રોજ 10 લાખ કરતા વધુ લોકોને લાભ થવાનો ત્યારે બ્રિજના ઉતરતા સમયે એસટી બસ વળી જ નહીં શકી. તેના કારણે મોટો છબરડો સામે આવ્યો છે.
આ પછી નવા જ બનાવેલા બ્રિજ પર બસ વળી ના શકે તેવી રીતે વળાંક અપાયો છે. જેના કારણે બસોને રિવર્સ કરી બીજા રોડ પર લઈ જવાની સ્થિતિ ઊભી થઈ હતી. એટલું જ નહીં હજી તો બ્રિજ શરૂ થવાના પહેલા જ દિવસે આ પ્રકારે લાંબા સમયથી બનેલા બ્રિજમાં વિવાદ ઊભો થયો છે. મોટા વરાછા થી ચીકુવાડી બાજુ બ્રિજ ઉતારવામાં છબરડો જોવા મળ્યો છે.
જો કે બ્રિજની ડિઝાઈન લાંબા સમયથી ચર્ચામાં હતી ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતાં ઘણાં સવાલો ઊભા થયા છે. એટલું જ નહીં રોડ મેપ નકશા વગર બ્રિજ ઉતારી દેવાયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સ્માર્ટ સીટીમાં તૈયાર થયેલો બ્રિજના નિર્માણ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.


