- સમગ્ર ઘટનામાં રેલવે તંત્ર અને રેલવે પોલીસ વચ્ચે વિવાદ
- ટ્રેનમાં ડિસ્પ્લે બોર્ડમાં ભૂલના કારણે થઈ ભાગદોડ
- પ્લેટફોર્મ નંબર એક પર ઝાંસીની ટ્રેન પકડવા ભાગદોડ
સુરત રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાનો મામલે તપાસ શરૂ થઈ છે. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર, પ્લેટફોર્મ નંબર ચાર પર થયેલી સવારે ભાગદોડ મામલે એક યાત્રીનો મોત નીપજ્યું હતું. આ અંગે એડિશનલ ડીજીપી રેલવે ના ડો રાજકુમાર પાંડીયન તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જેના માટે રેલવે તાત્કાલિક બરોડા ડિવિઝન SP એસ.પી સરોજ કુમારી સુરત માટે રવાના થયા છે.
આ અગે સમગ્ર ઘટનામાં રેલવે તંત્ર અને રેલવે પોલીસ વચ્ચે વિવાદ શરૂ થયો છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરત રેલ્વે સ્ટેશન પર જવાનો દેખાયા છે. આ ઘટનામાં ઝાંસીની ટ્રેન એક નંબર પર આવે છે જેની અંદર ભાગદોડ થઈ હતી. તેમજ ટ્રેનની અંદર એસી કોચના ઇન્ટીગ્રેટર એટલે કોચ દર્શાવતું ડિસ્પ્લે બોર્ડની ભૂલ થવાના કારણે આટલી આ દુર્ઘટના બની હતી.
સમગ્ર ઘટનાની તપાસ ના આદેશ અપાયા બાદ અધિકારીઓ વચ્ચે પણ આતંરિક વિવાદ સામે આવ્યો છે. એટલું જ નહીં ચાર નંબર પ્લેટફોર્મ પર તાપ્તી ગંગા ટ્રેન હતી અને મુસાફરોએ ભાગદોડ મચાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાની રેલવે હેડકવાર્ટસ દ્વાર પણ તપાસનો આદેશ આપવામાં આવ્યા છે. તેમજ રિપોર્ટ બાદ અધિકારીઓ સામે કડક કાર્યવાહીના પગલાં ભરવામાં આવી શકે છે.
સુરત રેલ્વે સ્ટેશન પર તાપ્તી ગંગા ટ્રેન ના S7 કોચમાં ધક્કામુક્કી અને ભાગદોડ થતાં 1વ્યકતીનું મૃત્યુ અને 2 ઈજાગ્રસ્ત થયેલ છે. જેમાં મૃતક અંકિત બીરેન્દ્રસિંહ ઉ.36 છે જેઓ મુળ બિહારના રહેવાસી છે. જ્યારે ઈજાગ્રસ્તમાં રામપ્રકાશ બીરેન્દ્રસિંહ ઉ.48 તેઓ પણ બિહારના રહેવાસી છે. જ્યારે અન્ય એક બુધિયાબેન રામપ્રકાશ w/o. રામેસરા પ્રજાપતિ છે. આ બન્ને ઈજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલ માં દાખલ કરેલ છે.
રેલવે રાજ્યમંત્રી પહોંચ્યા હોસ્પિટલ
આ તરફ પરિવારજનોને સાંત્વના માટે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. અહીં મંત્રીએ ઈજાગ્રસ્ત મુસાફરોને મળી તેમની તાત્કાલિક અને સઘન સારવાર માટે જરૂરી વ્યવસ્થાનું જાતનિરીક્ષણ કરી વિગતો મેળવી હતી. જ્યાં તેમણે મૃતકના ભાઈ અને ઇજાગ્રસ્ત મહિલાની કરી મુલાકાત કરી હતી. ત્યારબાદ ઘટના અંગેનો તાગ મેળવ્યો હતો. ઈજાગ્રસ્તો પાસેથી માહિતી મેળવી હતી.
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડમાં ધક્કામુક્કી બાદ 4 લોકોના શ્વાસ રૂંધાયા હતાં. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે એક મહિલાને ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટનાને પગલે મંત્રીઓ અને રેલવે પ્રસાશન દોડતું થયું હતું. સામી દિવાળીએ સર્જાયેલી કરૂણાંતિકાનો તાગ મેળવવા રેલવે પ્રશાસન દોડતું થયું છે. જો કે, પોલીસ અને રેલવે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાથી સમગ્ર સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે.


