- ચાંદખેડામાં 37 વર્ષીય યુવાનનું નીપજ્યું મોત
- વહેલી સવારે એટેક આવતા યુવકનું મોત થયુ
- ઉત્સવ ભાવસાર નામના યુવકને સવારે છાતીમાં દુખ્યુ હતુ
અમદાવાદમાં વધુ એક યુવાનને હાર્ટ એટેક આવ્યો છે. જેમાં બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમાં ચાંદખેડામાં 37 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. હાર્ટ એટેક આવતા યુવાનનું મોત નીપજ્યું છે.
વહેલી સવારે એટેક આવતા યુવકનું મોત થયુ
વહેલી સવારે એટેક આવતા યુવકનું મોત થયુ છે. જેમાં બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઉત્સવ ભાવસાર નામના યુવકને સવારે છાતીમાં દુખ્યુ હતુ. તેમજ વડોદરા,પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ.ને ચાલુ ફરજ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેઓને હાર્ટ એટેક આવ્યો હોવાનું નિદાન થતા સ્ટેન્ટ મૂકવામાં આવ્યું છે.
સીપીઆરની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો
રાજ્યમાં વધી રહેલા હૃદય રોગના હુમલાના પગલે શાળાઓમાં હાર્ટ એટેકની ઘટના બાદ શિક્ષકોને તાલીમ આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. રાજ્યના 1.75 લાખ શિક્ષકોને કાર્ડિયાક પલ્મોનરી રિસસિટેશન એટલે કે સીપીઆરની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે શિક્ષણ મંત્રીએ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આગામી દિવસોમાં સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવશે. તા. 3 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન આ મેગા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવશે.
નાની ઉંમરના યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે
પ્રાથમિક તબક્કે પોણા બે લાખ જેટલા શિક્ષકોની મેગા કેમ્પમાં તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના વધી રહેલા બનાવના પરિણામે મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું રહ્યું છે. નાની ઉંમરના યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે રાજ્યની શાળામાં ભણતા બાળકોને પણ હાર્ટ એટેક આવવાના બનાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેની ગંભીરતાથી નોંધ લીધી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો પર હાર્ટ એટેકનું જોખમ જોવા મળ્યું છે. હવે શિક્ષણ વિભાગે આ દિશામાં ગંભીર વિચારણા શરૂ કરી છે. હાર્ટ એટેકના કિસ્સામાં દર્દીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તાલીમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


