- થલતેજમાં નિવાસ સ્થાને કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન
- શુભેચ્છકો અને કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી
- અમિત શાહના ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવા વર્ષની અમદાવાદમાં ઉજવણી કરી છે. જેમાં થલતેજમાં નિવાસ સ્થાને કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કર્યું છે. કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની ઉજવણી થતા ઉત્સાહનો માહોલ છે. શુભેચ્છકો અને કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની ઉજવણી કરાઇ છે.
સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. ત્યારે આજે વિક્રમ સંવત નવા વર્ષ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છાની આપ-લે કરી હતી. સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
અમિત શાહ આ વર્ષે દિવાળીના પર્વ પર અમદાવાદમાં
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ વર્ષે દિવાળીના પર્વ પર અમદાવાદમાં છે. તેમણે આ વર્ષે દિવાળીની ઉજવણી પરિવારજનો સાથે કરી છે. તેઓ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છે. અમિત શાહના ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમ છે. ત્યારે આજે નવા વર્ષ નિમિત્તે અમિત શાહના નિવાસસ્થાને કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો છે. અમિત શાહે સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.


