- બપોરે 2 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરશે નેટ પ્રેક્ટિસ
- ITC નર્મદામાં રોકાયેલી છે ભારતીય ટીમ
- ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હિસાબ-કિતાબ કરશે
અમદાવાદમાં વર્લ્ડકપના ફાઈનલનો ફીવર છવાયો છે. જેમાં ટીમ ઇન્ડિયા વર્લ્ડકપના ફાઈનલ માટે અમદાવાદ પહોંચી ચૂકી છે. ટીમ પ્લેયર આજે નેટ પ્રેક્ટિસ કરશે. જેમાં બપોરે 2 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરશે. તથા ભારતીય ટીમ ITC નર્મદામાં રોકાયેલી છે.
રિવર ક્રુઝ પર બંને ટીમના કેપ્ટન ગુજરાતી નાસ્તો ખમણ, ઢોકળા ખાઈ મોજ માણશે
વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવવાની છે. ગઈકાલે જ ભારતીય ટીમ અમદાવાદ આવી ગઈ છે, તો ઓસ્ટ્રેલિયાની ટીમ આજ સાંજ સુધીમાં અમદાવાદ ખાતે પહોંચશે. ભારતીય અને ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન અને ટીમ સાબરમતી રિવરક્રુઝ પર ડિનર કરશે. સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજની પણ મુલાકાત લેશે. બંને ટીમના કેપ્ટન જ્યારે રિવરક્રુઝ પર આવવાના છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાબરમતી નદી અને રિવરફ્રન્ટ પર ગોઠવવામાં આવશે. રિવર ક્રુઝ પર બંને ટીમના કેપ્ટન ગુજરાતી નાસ્તો ખમણ, ઢોકળા ખાઈ મોજ માણશે.
2003માં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવી ચેમ્પિયન બન્યું હતું
ટીમ ઇન્ડિયા 2 વાગ્યા પહેલા હોટેલથી સ્ટેડિયમ પહોચશે. ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં આવી છે. જેમાં 20 વર્ષ બાદ ભારત-ઓસી. વર્લ્ડકપની ફાઇનલમાં ટકારાશે. તેમાં 20 વર્ષ બાદ ભારત પાસે ઓસી. સામે બદલો લેવાની તક છે. 2003માં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવી ચેમ્પિયન બન્યું હતું. તથા 2003 વર્લ્ડકપની ફાઇનલમાં ભારત-ઓસી. ટકરાયા હતા. 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હિસાબ-કિતાબ કરશે
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હિસાબ-કિતાબ કરશે. જેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ મજબૂત દાવેદાર છે. 2023માં વર્લ્ડકપની લીગ મેચમાં ભારતે ઓસી.ને મ્હાત આપી હતી. ફાઇનલમાં ફરી ઓસ્ટ્રેલિયાને પછાડવા ભારતીય ટીમ તૈયાર છે. ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ રોમાંચક મેગા મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમદાવાદ પહોંચશે. તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આ મેચ માટે આમંત્રણ
આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આ મેચ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આશા છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ડેપ્યુટી પીએમ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ શાનદાર મેચ નિહાળશે. જો કે, હજુ બંને તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમશે. જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.
20મી નવેમ્બરે સવારે વડાપ્રધાન રાજસ્થાનના ચૂંટણી પ્રવાસ માટે રવાના થશે
હાલ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી થઈ રહ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન 19મી નવેમ્બરે બપોર બાદ અમદાવાદ પહોંચશે. મેચ નિહાળ્યા બાદ પીએમ ગાંધીનગર રાજભવનમાં રાત્રિ આરામ કરશે. અહીંથી બીજા જ દિવસે 20મી નવેમ્બરે સવારે વડાપ્રધાન રાજસ્થાનના ચૂંટણી પ્રવાસ માટે રવાના થશે.


