- રવિવારે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે
- ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા લેવાયો છે નિર્ણય
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વિશ્વકપની મેચ
અમદાવાદમાં વર્લ્ડ કપને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રવિવારે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપની મેચ રમાશે.
ક્રિકેટની ફાઈનલ મેચને લઇને મેટ્રો ટાઇમ વધારશે
શહેરમાં ક્રિકેટની ફાઈનલ મેચને લઇને મેટ્રો ટાઇમ વધારશે. જેમાં રવિવારે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રહેશે. તેમજ સવારે 6.20થી રાત્રિનાં 1 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન શરૂ રહેશે. ઓસ્ટ્રેલિયાની ટીમ તાજ સ્કાયલાઈનમાં રોકશે. તેથી હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. તેમજ હોટેલમાં વિશેષ તૈયારીઓ કરાઇ છે. 1975થી લઈને 2019 સુધીના તમામ વિજેતા ટીમનાં પોસ્ટર મુકાયા છે. તેમજ કાર્ડબોર્ડથી સ્ટેડિયમ પણ તૈયાર કરાયું છે.
સાબરમતી નદિમાં આવેલ ક્રુઝમાં ડિનર
ઉલ્લેખની છે કે ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયાની ટીમ સાબરમતી નદિમાં આવેલ ક્રુઝમાં ડિનર લઈ શકે છે. જેમાં રિવરફ્રન્ટ ક્રૂઝ પર જમવા માટે આમંત્રણ અપાયું છે. તથા જમવા સાથે અટલ બ્રિજનો નજારો જોવા આમંત્રણ છે. તેમાં રિવરફ્રન્ટ ક્રુઝ સંચાલક દ્વારા આમંત્રણ અપાયુ છે. જેમાં ટીમ દ્વારા કન્ફ્રમેશન મળતા બંદોબસ્ત ગોઠવાશે. આગામી 19 નવેમ્બરે (રવિવાર) વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદમાં પધારી ચુકી છે.
હોટલમાં વર્લ્ડ કપની પ્રતિકૃતિ તૈયાર કરાઈ
ભારતીય ક્રિકેટ ટીમે બોડકદેવ ખાતે આવેલી ITC નર્મદા હોટલમાં રોકાઇ છે. હોટલમાં વર્લ્ડ કપની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. તો બીજી તરફ આજે કોલકાતામાં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાંથી વિજેતા બનનારી ટીમ પણ અમદાવાદ પહોંચશે. ત્યારે ફાઈનલ મેચને યાદગાર બનાવવા માટે અમદાવાદમાં એર શો યોજવામાં આવશે.


