- જૂનાગઢમાં ગિરનાર પરિક્રમાની બેઠક પૂર્ણ થઇ છે
- સાધુ સંતોએ વહીવટી તંત્રનો ઉધડો લીધો છે
- વિધર્મીઓને સ્ટોલ ના ફાડવવા મુદ્દે આકરી રજૂઆત
જૂનાગઢમાં ગિરનાર પરિક્રમાની બેઠક પૂર્ણ થઇ છે. જેમાં સાધુ સંતોએ વહીવટી તંત્રનો ઉધડો લીધો છે. તેમાં તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા સાધુ સંતોએ જણાવ્યું છે કે વિધર્મીઓને સ્ટોલ ફાડવવા મુદ્દે ચર્ચા થઇ હતી. તેમાં સાધુ સંતોએ ચીમકી આપી છે તથા માંગણી મુજબ નહીં થાય તો કાળા વાવટા ફરકાવવામાં આવશે.
સાધુ સંતોની વિધર્મીઓને સ્ટોલ ન ફાળવવા બેઠકમાં રજૂઆત
ગિરનાર પરિક્રમાની બેઠકમાં સાધુ સંતોની વિધર્મીઓને સ્ટોલ ન ફાળવવા બેઠકમાં રજૂઆત કરાઇ છે. વિધર્મીઓને સ્ટોલ ફાળવાશે તો વિરોધની ચીમકી છે. 23 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થશે. ગિરનાર લીલી પરિક્રમા, જે દેવઉઠી એકાદશીથી શરૂ થાય છે, અને કાર્તિક પૂર્ણમા એટલે કે દેવ દિવાળી સાથે પૂર્ણ થાય છે. તે પાંચ દિવસ સુધી ચાલતી વાર્ષિક ઘટના 23 નવેમ્બરના રોજ શરૂ થવાની છે. પરંપરા મુજબ આ પરિક્રમા મધ્યરાત્રિએ શરૂ થશે.
ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ 36 કિમી લાંબો છે
પરિક્રમા સુચારૂ રીતે ચાલે તે માટે જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક સહિત અન્ય અધિકારીઓએ યાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ વિભાગ સક્રિયપણે સામેલ છે, યાત્રાળુઓની મદદ માટે રૂટ પર અધિકારીઓને તૈનાત કરે છે. ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ 36 કિમી લાંબો છે. અન્નક્ષેત્રો યાત્રાળુઓને ભોજન આપશે. જ્યારે પરબ દ્વારા પરિક્રમાવાસીઓને પાણી આપવામાં આવશે. રૂપાયતન નજીકથી શરૂ થઈને પરિક્રમા યાત્રિકો સૌપ્રથમ જીણાબાવા મઢી ખાતે રોકાશે. બીજા દિવસે તેઓ સરકડિયા હનુમાન ખાતે વિરામ કરશે. ત્રીજો વિરામ બોરદેવી ખાતે કરશે. પરિક્રમા યાત્રિકો માટે વાહનો પાર્ક કરવા માટેના પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે.
પાંડવોએ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ગિરનાર લીલી પરિક્રમા કરી હતી
ગુજરાતી કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક અગિયારસથી પૂર્ણિમા દરમિયાન ગિરનાર લીલી પરિક્રમામાં આશરે 10 લાખ હિંદુઓ ભાગ લે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર જૂનાગઢ શહેરથી 6 કિમી દૂર આવેલો છે. લોકપ્રિય માન્યતા અનુસાર, કુરુક્ષેત્રમાં યુદ્ધ જીત્યા બાદ, પાંડવોએ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ગિરનાર લીલી પરિક્રમા કરી હતી.


