- લીલી પરિક્રમામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- લાખો શ્રદ્ધાળુઓ કરશે લીલી પરિક્રમા
- 30 જેટલા સીસીટીવી કેમેરાથી રહેશે ચાંપતી નજર
ગિરનારની લીલી પરિક્રમમાં આગામી દિવસોમાં શરૂ થનાર છે. ત્યારે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈને જૂનાગઢ એસ.પી. સાથે જિલ્લાનાં તમામા સિનિયર પોલીસ અધિકારીઓ સાથે પરિક્રમમાં રૂટ તેમજ ભવનાથમાં સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને રૂટ નિરિક્ષણ કર્યું હતું.
જૂનાગઢ એસ.પી. હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, પરિક્રમમાનાં રૂટ સહિત સોનાપૂરી સુધીમાં આશરે 40 જેટલાં સ્થળે રાઉટી ઉભી કરવામાં આવશે. તેમજ ભાવનાથ ઝોનમાં વિવિધ સ્થળો ખાતે સુરક્ષાનાં બેનરો, ક્યાં સ્થળે રાઉટી લાગશે, મીસીંગ કંટ્રોલ રૂમ, બોર્ડીવોર્ન કેમેરા, પીક પોકેટ ટીમો જેવી માઈક્રો લેવલની કામગીરીને લઈને જિલ્લાનાં અધિકારીઓ તેમજ ભવનાથ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ સાથે શુક્રવારે સાંજે એસ.પી. દ્વારા રૂટ પર પેટ્રોલીંગ કરી અધિકારીઓને વિવિધ સૂચનો કરી જવાબદારીની વહેંચણી કરી હતી. જેને લઈને હાલમાં જે રૂટ ઉપર સીસીટીવી કેમરા લાગેલાં છે. તે સિવાયનાં વધારાનાં 30 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેમજ પોલીસ અધિકારી સાથે રહેલા બોર્ડીવોર્ન કેમેરા પણ તેમજ ડ્રોન કેમેરાની મદદથી ટેક્નિકલ ટીમ સતત નજર રાખશે.
ઉપરાંત લાખોની સંખ્યામાં આવતાં ભાવિકો, પરિક્રમાર્થીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ભવનાથ ઝોનનાં તમામ રાઉટી, પ્રેસર પોઈન્ટ જેમાં જ્યાં ભીડ જમા થતી હોય, જાહેરનામાનું અમલી કરણ, વાહન પ્રવેસ પર પ્રતિબંધ, સુનિશ્ચિત કરેલા પાર્કિંગ આ તમામ જગ્યા ખાતે એસ.પી. સહિતનાં અધિકારીઓએ સાથે રહીને પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેથી આ પરિક્રમામાં શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તેવું જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢ, જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, લીલી પરિક્રમામાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને કુલ ત્રણ બોમ્બ સ્કોવોડ તૈનાત કરવામાં આવી છે. જે પરિક્રમમાં રૂટ તેમજ ભવનાથ મંદિર, અંબાજી મંદિર, ગીરનાર પર્વત, જીણાબાવાની મઢી, બોરદેવી, મહાકાળી મંદિર સહિતનાં આશ્રમો ખાતે તૈનાત રહેશે. ઉપરરાંત બે એસઆરપીની ટુકડી દ્વારા તમામ સ્થળો ખાતે સઘન ચેકિંગ કરવામાં આવશે.


