- જલારામ બાપાના જન્મદિવસની ઉજવણી
- સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાયો કાર્યક્રમ
- કેકની સાથે અન્નકૂટનો ભોગ પણ ધરવામાં આવ્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જલારામ બાપાની ધામધૂમ પૂર્વક રીતે 224 મી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જોકે જલારામ મંદિર થી શોભાયાત્રા નીકળીને શહેરમાં ફરીને પરત મંદિરમાં સમાપન થઈ હતી. ત્યારબાદ આરતી અને અન્નકૂટ ધરાવીને જલારામ બાપાની કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં 101 વાનગીઓનો અન્નકૂટ ધાર્યા બાદ આરતી કરવામાં આવી હતી.
હિંમતનગર શહેરમાં જલારામ જયંતી મહોત્સવ ને લઈને ભક્તોએ ધામધૂમ પૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ વંદનીય પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 224 મી જન્મ જયંતી નિમિત્તે જલારામ મંદિરથી શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિવિધ સ્થળે ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
જોકે શોભાયાત્રા મહાવીર નગરના પંચદેવ મંદિરથી પરત ફરીને જલારામ મંદિર સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આરતી કરીને જલારામ બાપાની જન્મ જયંતીને લઈને દર વર્ષે ધામધૂમપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી છે. દિવાળીના તહેવાર બાદ નવા વર્ષની જલારામ બાપાની જન્મ જયંતિમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની 101 વાનગીઓની અન્નકૂટ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તો દ્વારા અઢી કિલોની કેક કાપીને જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જોકે શહેર સહિત આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિ મહોત્સવમાં મહાપ્રસાદનો આયોજન કરવામાં આવ્યો હતો.
જલારામ બાપાની જયંતીને લઈને સમગ્ર હિંમતનગર શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં પણ લોકોમાં ભક્તિમય માહોલ બની જવા પામ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને શોભાયાત્રામાં સહભાગી પણ બન્યા હતા. જલારામ બાપાને અન્નકૂટ ધરાવીને અને પછી કેક કાપીને તેમના જન્મદિવસની ભક્તો દ્વારા ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવી હતી.


