- રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચંડ પ્રચાર
- પીએમ મોદીએ સંબોધી રાજસ્થાનમાં બીજી જનસભા
- હનુમાનગઢમાં કોંગ્રેસની સરકાર પર કર્યા આકરા પ્રહાર
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને બીજેપીનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. પીએમ મોદીએ પાલીમાં પ્રચાર કર્યા બાદ હનુમાન ગઢમાં જાહેર સભા સંબોધી હતી. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે હું આજે તમને ખાતરી આપવા આવ્યો છું કે જેણે ગરીબોને લૂંટ્યા છે તેમને છોડવામાં નહી આવે. આ સાથે તેમણે વર્તમાન ચૂંટણીના માહોલને દિવાળી સાથે સરખાવતા કહ્યું કે જે રીતે દિવાળી પર વર્ષમાં એકવાર ઘરના ખૂણે ખૂણેથી કચરો કાઢવામાં આવે છે, તેવી જ રીતે રાજસ્થાનના ખૂણે-ખૂણેથી કોંગ્રેસને ખતમ કરવાની.
ગરીબોને લૂંટનારા જેલના સળિયા પાછળ હશે: પીએમ મોદી
તેમણે દાવો કર્યો હતો કે રાજસ્થાનમાં ભાજપની સરકાર હશે. આ દરમિયાન જાહેર સભામાં નારો લગાવીને કહ્યું કે કમળને ચૂંટશે રાજસ્થાન. મહત્વનું છે કે પીએમ મોદી આજે હનુમાનગઢના પીલીબંગામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં પહોંચ્યા હતા. રેલીના મંચ પરથી સંબોધન શરૂ કરતા તેમણે કહ્યું કે આ ભૂમિને જાહરવીર ગોગાજી અને આપણા શીખ ગુરુઓ તરફથી અપાર આશીર્વાદ મળ્યા છે. આજે, અહીં રાજસ્થાનમાં સત્તા પરિવર્તન માટેનો આટલો ઉત્સાહ જોઈને હું અભિભૂત છું. આ પછી તેમણે રાજ્યની જનતાને સંબોધતા કહ્યું કે, ‘હું આજે તમને ખાતરી આપવા આવ્યો છું કે જેણે ગરીબોને લૂંટ્યા છે તેને છોડવામાં નહીં આવે. રાજસ્થાનમાં એ દિવસ દૂર નથી જ્યારે ગરીબોને લૂંટનારાઓ ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ હશે.
<a href="
?” target=”_blank”>
?<a href="
?” target=”_blank”>
કોંગ્રેસ સનાતનને ખતમ કરી દેવામાં જ વ્યસ્ત: પીએમ મોદી
પીએમ મોદીએ જનસભા સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસ અને તેનું ઘમંડી ગઠબંધનની આવી પહેલીવારની હરકત નથી. તેઓએ સનાતનને લઇને શું શું કહી રહ્યા છે તે આખો દેશ જોવે છે. કોંગ્રેસ અને તેના સાથી સનાતનને ખતમ કરવાનું એલાન કરી રહ્યા છે. સનાતનને ખતમ કરવાનો મતલબ છે કે રાજસ્થાનની સંસ્કૃતિને ખતમ કરી દેવી. શું તમે આવુ કરવા દેશો ?
કોંગ્રેસ તુષ્ટિકરણ સિવાય કશું જ વિચારતી નથી – પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અહીંની કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણ સિવાય કંઈ જ વિચારતી નથી. તુષ્ટિકરણની રાજનીતિની શું અસર થાય છે, રાજસ્થાને છેલ્લા 5 વર્ષમાં તેનો સામનો કર્યો છે. કોંગ્રેસે રાજસ્થાનને રમખાણોમાં ધકેલી દીધું. રમખાણો અને આતંકવાદી માનસિકતા ધરાવતા લોકોનું મનોબળ ઉંચુ બન્યું. સૌહાર્દની આ ધરતી પર એવી ઘટનાઓ બની કે જેની ક્યારેય કલ્પના પણ ન થઈ શકે.
પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરાશે- પીએમ મોદી
પીએમ મોદીએ રાજસ્થાનના પાલીમાં ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે રાજસ્થાનના પડોશી રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં પેટ્રોલ 97 રૂપિયા પ્રતિ લીટર છે. પરંતુ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પેટ્રોલ વધારે ભાવે વેચે છે. હું બાંહેધરી આપું છું કે ભાજપની સરકાર બન્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવની સમીક્ષા કરવામાં આવશે…આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત મળશે.


